ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

અમિતાભને મળેલ આમંત્રણથી કોંગ્રેસનુ એક જૂથ નારાજ

IFM
ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે વર્લી બાંદ્રા સી-લિંકના બીજા ચરણના ઉદ્દઘાટનના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં બોલાવવા પર મહારાષ્ટ્રની કોગ્રેસ સરકારના એક જૂથે આજે પોતાની નારાજગી દર્શાવી.

મુખ્યમંત્રી અશોક ચૌહાણે આજે સી-લિંકના બીજા ચરણનુ ઉદ્દઘાટન કર્યુ. કાર્યક્રમનુ આયોજન લોક નિર્માણ વિભગ મંત્રાલયે કર્યુ હતુ જે રાકાંપા સાચવી રહ્યુ ચ હે. રાકાંપાએ અભિનેતાની હાજરીને યોગ્ય બતાવી છે.

ચૌહાણે પોતે આ વાતનો સંકેત આપ્યો કે બચ્ચનને આમંત્રન આપવા બદલ અને કેટલાક કોંગ્રેસ નેતાઓને કાર્યક્રમમાં ન બોલાવવા પર પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં અપ્રસન્નતા બતાવવામાં આવી.

તેમણે એક ટીવી ચેનલને કહ્યુ, મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ(કૃપાશંકર સિંહા) ને આમંત્રણ ન આપવાને કારણે સાંજે તેમણે કેટલીક પ્રતિક્રિયા આપી હતી.

એ પૂછવા પર કે શુ જે કાર્યક્રમમાં બચ્ચનને બોલાવવમાં આવ્યા હોય, ત્યા તેમને આમંત્રિત કરવા શુ ભૂલ હતી, કારણ કે બચ્ચન નરેન્દ્ર મોદી શાસિત ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર છે. મુખ્યમંત્રીએ જવાબમાં કહ્યુ કે આ સરકારી કાર્યક્રમ હતો અને નિમંત્રણોને મોક્લવામાં પૂરતી સતર્કતા રાખવી જોઈએ હતી.
એક અન્ય સવાલના જવાબમાં ચૌહાણે કહ્યુ કે તેમને જાણ નહોતી કે બચ્ચને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે, કારણ કે નિમંત્રણ પત્રમાં તેમનુ નામ નહોતુ.

આ દરમિયાન પીડબલ્યુડી મંત્રી જયદત્ત ક્ષીરસાગરે બચ્ચને બોલાવવાના નિર્ણયને યોગ્ય બતાવ્યો. તેમણે કહ્યુ કે બચ્ચન અને સચિન બે મહાન હસ્તીઓ છે અને મેં વિચાર્યુ કે આ મહાન પુલના ઉદ્દઘાટન પ્રસંગે તેમની હાજરી યોગ્ય રહેશે.