ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 6 એપ્રિલ 2013 (18:07 IST)

અયોધ્યા પર ગર્વ - અડવાણી

P.R

ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે પાર્ટી સમર્થકોને કહ્યુ કે અયોધ્યા આંદોલનને લઈને 'શરમ' અનુભવવાની જરૂર નથી પણ તેના પર ગર્વ કરવો જોઈએ.

અડવાણીએ અહી ભાજપા મુખ્યાલયમાં પાર્ટીના 33માં સ્થાપના દિવસ પર આયોજીત સમારંભમાં પોતાના સંબોધનમાં કહ્યુ કે તેમણે એ સ્વીકાર કરવામાં ગર્વ થાય છે કે તેમના દળે રામ મંદિર અને અયોધ્યાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે આ ફક્ત રાજનીતિક નહી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે.

સપા નેતા મુલાયમસિંહ દ્વારા તેમના વખાણ કરવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે જ્યારે લોકોએ મુલાયમસિંહના મોઢેથી મારી પ્રશંસા સાંભળી તો તેમને ચિંતા થઈ. મારુ માનવુ છે કે જો તમે સાચી વાત કરશો તો દુનિયા તેનો સ્વીકાર કરશે. શરમ ન કરો, હીન ભાવના મનમાં વિકસિત ન કરશો.

જો આપણે અયોધ્યા મંદિર મુદ્દામાં વિશ્વાસ કરીએ છીએ અને તેને માટે આંદોલન ચલાવ્યુ તો એ માટે શરમ ન આવવી જોઈ, ક્યારેય નહી. આપણે તો તેના પર ગર્વ કરવો જોઈએ. મુલાયમે ગયા મહિને અડવાણીને ઈમાનદાર વ્યક્તિ બતાવતા કહ્યુ હતુ કે ભાજપાના વરિષ્ઠ નેતા ક્યારેય ખોટુ નથી બોલતા.

અડવાણીએ કહ્યુ કે તેમણે લોકો દ્વારા એવુ કહેવા પર કોઈ વાંધો નથી કે માત્ર અયોધ્યા અને રામ મંદિર આંદોલનના બળ પર ભાજપાએ વધુ સમર્થન મેળવ્યુ છે.