શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 19 નવેમ્બર 2013 (11:16 IST)

અરવિંદ કેજરીવાલ પર સ્યાહી ફેંકનાર યુવકને હું નથી જાણતો - અન્ના હજારે

P.R


આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ પર સ્યાહી ફેંકનારા વ્યક્તિ તરફથી સમાજસેવી અન્ના હજારેએ કિનારો કરી લીધો છે. અન્ના હજારે તરફથી કહેવાયુ છે કે અમાજસેવી આ વ્યક્તિને જાણતા નથી. આ દરમિયાન બીજેપી નેતા સુષમા સ્વરાજે 'આપ' પર નિશાન તાકતા કહ્યુ કે કેજરીવાલે પોતાની પાર્ટીનુ નામ બદલીને 'અમીર આદમી પાર્ટી' નામ રાખી લેવુ જોઈએ.

અન્ના હજારે અરવિંદ કેજરીવાલથી નારાજ લાગી રહ્યા છે. તેમણે કહ્યુ કે પૈસાનો કોઈ મુદ્દો જ નથી. પણ તેમને બે વાતો પર વાંધો છે. અન્નાએ કહ્યુ કે સિમ કાર્ડથી તેમને કોઈ લેવાદેવા નથી, છતા પણ તેમને આરોપી બનાવાયા છે. બીજી વાત અરવિંદ 29 ડિસેમ્બરના રોજ અન્નાનુ લોકપાલ લાવવાની વાત કરી રહ્યા છે જેને લઈને અન્નાને વાંધો છે. અન્નાનું કહેવુ છે કે અરવિંદ લોકપાલને દિલ્હીમાં કેવી રીતે લાગૂ કરી શકે છે.

મંગળવારે પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં પત્રકારો સાથે વાત કરતા અન્નાએ કહ્યુ, 'મને શંકા છે કે મારા નામનો દુરુપયોગ થઈ રહ્યો છે. મારા નામનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

હજારે એ કહ્યુ કે મેં અરવિંદ પર વિશ્વાસ કર્યો. અરવિંદે પોતાની ઓફિસ ચલાવવા માટે 20 લોકોને મુક્યા હતા. તેમણે 30-35 હજર રૂપિયા મહિને આપવામાં આવતા હતા. આ લોકોના પૈસાનો દુરુપયોગ છે. જો કે મેં આ વિશ કંઈ કહ્યુ નથી. પણ લોકોના વધુ પૈસા ખર્ચ કરવા યોગ્ય નથી.

એક પ્રશ્નના જવાબમાં અન્નાએ કહ્યુ, 'અરવિંદ જો મારી સાથે વાત કરવા માંગે છે તો હુ તૈયાર છુ. અરવિંદ સાથે મારી કોઈ દુશ્મની નથી. મને અરવિંદના ચરિત્ર પર કોઈ શંકા નથી.

આ દરમિયાન કેજરીવાલે કહ્યુ અન્નાના નિકટના લોકો તેમને નથી મળવા દેતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવારે કેજરીવાલની પ્રેસ કોંફરેંસમાં એક યુવકે ખૂબ હંગામો કર્યો. પહેલા તો તેણે પ્રેસ સાથે વાતચીત કરી પ્રશાંત ભૂષણ, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કાળી શાહી ફેંકી. પછી 'અન્ના હજારે જિંદાબાદ'નો નારો લગાવતા નેતાઓ પર અન્નાને દગો કરવાનો આરોપ લગાવ્યો. પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી. તેની સાથેની વાતચીતમાં તેણે પોતાનુ નમ નચિકેતા વાલ્હેકર બતાવ્યુ. તે મહારાષ્ટ્રના અહમદનગરનો રહેવાસી છે. તે ખુદને ભાજપનો કાર્યકર્તા બતાવે છે. તે ભાજપા તરફથી જિલા પરિષદની ચૂંટણી પણ લડી ચુક્યો છે.