શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 22 ડિસેમ્બર 2008 (12:02 IST)

અલ કાયદા કિશોરોને આતંકી બનાવે છે

મદ્રેસા બન્યા આતંકી શિબીર

જેહાદી પ્રવૃત્તિ ભવિષ્યની પેઢીમાં આગળ વધારવા આતંકવાદી સંગઠન અલ કાયદા કિશોરોને આતંકવાદી બનવાનું પ્રશિક્ષણ આપી રહ્યું છે.

આ અંગે એક વિડીયો ફિલ્મ પ્રાપ્ત થઈ છે. જેમાં એક સંગઠન દ્વારા સૈનિકનાં ડ્રેસ પહેરેલા દેખાય છે. આ ફિલ્મમાં યુવાનો કમાન્ડો ટ્રેનીંગ લઈ રહ્યાં છે. તેમજ અમેરિકા, ઈગ્લેન્ડ તેમજ તેના સહયોગી દેશોનો નાશ કરવાની વાત કરતાં સંભળાય છે.

તેમજ તેમને એમ સમજાવાય છે કે જેહાદી પ્રવૃત્તિ કરવાથી અલ્લાહ ખુશ થશે. જો કે તે યુવાનો કયા દેશનાં છે તે જાણી શકાયું નથી. પણ આ યુવાનો ઈગ્લેન્ડથી આવેલા પાકિસ્તાની મૂળનાં યુવાનો છે. જે યોર્કશાયરમાં ઉછરેલા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે તાલિબાન અને અન્ય સશસ્ત્ર સમૂહ હિજ્બે, ઈસ્લામી તથા અલ કાયદા પણ સામેલ છે. તેમજ આદિવાસી વિસ્તારો માં તે પુનઃ એકત્રિત થઈ રહ્યાં છે. જ્યારે કિશોરોને મદ્રેસામાં આતંકવાદી ટ્રેનીંગ આપવામાં આવે છે. જ્યાં તેમની ધાર્મિક કટ્ટરતાનાં પાઠ ભણાવવામાં આવે છે.

અન્ય એક રીપોર્ટ મુજબ તાલીબાન પાકિસ્તાનનાં આદિવાસી વિસ્તારોમાંથી 11 થી 15 વર્ષનાં બાળકોને ઉઠાવીને લઈ જઈ, તેમને આતંકવાદી ટ્રેનીંગ આપે છે. સપ્ટેમ્બર 2007નાં રોજ પાકિસ્તાનનાં સીમાવર્તી પ્રાંતમાં એક કિશોરે આત્મઘાતી હુમલો કરીને 17 લોકોને મારી નાંખ્યા હતા.