શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: દિલ્હી , મંગળવાર, 30 જુલાઈ 2013 (12:41 IST)

અલગ તેલંગાણા પર નિર્ણય : કોંગ્રેસમાં ઉઠી રહ્યો છે વિરોધાભાસ

:
P.R
તેલંગાણા પર નિર્ણયનો સમય આવી જ ગયો. મંગળવારે કોંગ્રેસ કાર્યસમિતિ(સીડબલ્યૂસી)ની બેઠકમાં આ મુદ્દા પર અંતિમ નિર્ણય થઈ શકે છે. પ્રબલ સંકેત છે કે આંધ્ર પ્રદેશનું વિભાજન કરી તેલંગાણા રાજ્ય પર મોહર લાગશે,પણ કોંગ્રેસના નિકટના લોકો અંતિમ ક્ષણે કોઈ નવો પેચ ફસવાની શંકાથી ઈંકાર નથી કરી રહ્યા. હાલ આ નિર્ણયથી થનાર તણાવની આશંકાને ધ્યાનમાં રાખત્રા કેન્દ્રએ અર્ધસૈનિક બળોની પાંચ અને ટુકડીયો આંધ્રપ્રદેશમાં ગોઠવી દેવામાં આવી છે.

કોંગ્રેસ કાર્ય સમિતિની આ સંદર્ભે આજે મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યે યોજાશે. જેના પછી અલગ તેલંગાણા રાજ્યની ઘોષણા થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે તેલંગાણા મુંદ્દો એટલો આસાન નથી. રાજ્યની રચના અંગેનું બિલ કેબિનેટ સામે રાખવામાં આવશે.

અગાઉ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કોર ગ્રૂપની બેઠક બે કલાક ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા. કોર ગ્રૂપની બેઠક પછી કોંગ્રેસના આંધ્રપ્રદેશ મામલાના પ્રભારી દિગ્વિજયસિંહે પત્રકારોને જણાવ્યુ હતુ કે વિચારવિમર્શની પ્રક્રિયા પૂરી થઈ ચુકી છે. હવે પાર્ટી અને તેની સાથે યુપીએ સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. આ બેઠકમાં એ કે એન્ટની, સુશિલકુમાર સિંદે અને ગુલામ નબી આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલા તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડી સહિત રાજ્યના વિવિધ નેતાઓ સાથે ત્રણેક કલાક ચર્ચા કરી હતી. તાજેતરમાં દિગ્વિજયસિંહે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આ મુદ્દે એક રિપોર્ટ સોંપ્યો હતો. કોંગ્રેસ કોર ગ્રુપે આ મહિનાની શરૂઆતમાં તેલંગાણા મુદ્દે પર ચર્ચા કરી હતી. અંતિમ નિર્ણય માટે મુદ્દો કોંગ્રેસ કાર્યસમિતિ પર છોડવાનો નિર્ણય કર્યો હતો.