ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

અલગ રાજ્ય તરીકેની જાહેરાત તેલંગાણાની પ્રજા શક્તિનો વિજયઃ નરેન્દ્ર મોદી

P.R
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાતને તેલંગાણાની પ્રજા શક્તિનો વિજય ગણાવ્યો છે... તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા મુખ્ય મંત્રીશ્રીનો બ્લોગ અક્ષરસ: આ પ્રમાણે છે...

આંધ્રપ્રદેશના વિવિધ વિસ્તારોના રહેવાસી મારા ભાઇઓ અનેબહેનો,

નમસ્કારમ! 11મી ઑગષ્ટના રોજ હૈદરાબાદ ખાતેયોજાનારી નવભારત યુવા ભેરી પબ્લિક રેલીમાં આપની સાથે વાર્તાલાપ માટે હું આતુર છું. હૈદરાબાદ ખાતેની આ પબ્લિક મીટીંગ દરમ્યાન, હું મારા તેલંગણાના વિભાજનના મુદ્દાની સાથે-સાથે આંધ્રપ્રદેશના તમામ વિસ્તારોને દર્શાવનારા નકશા પ્રત્યેની આપની નિસ્બત અંગે મારા વિચારો રજૂ કરવાનું ઇચ્છી રહ્યો હતો.

અલબત્ત, ઘટનાઓની આ હારમાળા વચ્ચેકોંગ્રેસ પાર્ટી જેકામ છેલ્લા 9 વર્ષોથી કરવા કતરાતી હતી તેમણે ઓવરટાઇમ કરીનેરાતોરાત તેલંગણા અંગેનો આ નિર્ણય લઇ લીધો. તેનિર્વિવાદસભર તથ્ય છેકેકોંગ્રેસ પાર્ટી અલગ તેલંગણા રાજ્યની રચના અંગેના તેમના આચરણ પર પારદર્શક કેસ્પષ્ટ નથી. તેથી, એક પાર્ટી અનેએક સરકાર જેણે તેલંગણા મુદ્દેલોકોનો દ્રોહ કર્યો હતો અનેઆ મુદ્દેહાલના સમયગાળામાં તેના પર ભાગ્યેજ વિશ્વાસ મૂકી શકાય.

તેનેઅનુરૂપ તેતથ્ય છેકેતેલંગણા અલગ રાજ્ય નિર્માણના ટેકામાંભાજપ પ્રતિસાદ આપનાર અનેપારદર્શક રહ્યું છે. નાના-નાના રાજ્યો અંગેજેનો ઇતિહાસ પ્રભાવશાળી રહ્યો હોય તેવી એકમાત્ર પાર્ટી ભાજપ છે. તે આપને યાદ જ હશે કે શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે તેના શાસનકાળ દરમ્યાન વર્ષ 2000માં ત્રણ નવા રાજ્યો છત્તીસગઢ, ઉત્તરાખંડ (તે સમયે તેને ઉત્તરાંચલ તરીકે ઓળખવામાં આવતું હતું) તેમજ ઝારખંડ ની રચના કરી અને આ વિસ્તારોના લોકોને તેના ઉચ્ચારણમાં નવી આશાનું કિરણ પુરૂં પાડ્યું હતું.

મિત્રો, આ જ કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2004માં તેલંગણા મુદ્દે વચન આપીને વિજય મેળવ્યો હતો, તેણે છેલ્લા નવ-નવ વર્ષોથી લોકોની લાગણીઓ સાથે ઉપહાસકારક રમતો રમી છે. હવે, જ્યારે આ દેશના લોકોને ફરીથી મતદાન કરવાના થોડાક જ માસ બાકી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તેલંગણાની જાહેરાત કરવા ધસી આવી છે. જે કોંગ્રેસની ગંભીરતા અને મનસૂબા અંગેની ગંભીર સંડોવણી છતી કરે છે.

વર્ષ 2004 અને 2009માં ડૉ. વાય. એસ. રાજાશેખર રેડ્ડીના નેતૃત્વ હેઠળ આંધ્રપ્રદેશમાં બહોળો વિજય મેળવ્યા બાદ, કોંગ્રેસે આ રાજ્યમાં તેના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ તેની પીઠ ફેરવી લીધી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2009માં ગૃહમંત્રી શ્રી પી. ચિદમ્બરમે તેલંગણાને અલગ રાજ્ય બનાવવાની પ્રક્રિયાની શરૂઆતને અવિચારી રીતે પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ સમયાનુસાર તેલંગણા મુદ્દેઅન્ય એક સમિતીની રચનાની બૂમરાણ મચાવી. પરંતુવહીવટ, રાજકીય હિંસા અનેતેલંગણાના યુવાનોની આત્મહત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં ખરાબ રીતે તેનો ધબડકો થયો. તેદરમ્યાન આંધ્રપ્રદેશની શાસન વ્યવસ્થા મંદ પડી.


આગળ મોદીએ કોંગ્રેસને પૂછ્યા કેટલાક પ્રશ્નો


હાલના સમયમાં કોંગ્રેસ અને યુપીએ સરકારના ઉદ્દેશ્યો કેટલા વાસ્તવિક છે તે અંગે જ્યારે આપણે તેલંગણા મુદ્દે કોઇ ચળવળને આવકારીએ ત્યારે ફરીથી બોલીશું. હું કોંગ્રેસ પાર્ટી અનેયુપીએ સરકારના નેતાઓનેનીચેદર્શાવેલા પ્રશ્નો પુછવા ઇચ્છુ છું.

પ્રશ્ન 1- તેલંગણા મુદ્દેજ્યારેજુદી-જુદી દિશાઓમાંથી બોલવામાં આવતી બાબતો વચ્ચેઆપની ખુદની પાર્ટી, આપની સરકાર અનેગઠબંધનની તમામ પાર્ટીઓમાંસર્વસંમતિ બાબતનુંઆપનુંહોમવર્ક ક્યાંછે?

પ્રશ્ન 2- બેરાજ્યોની સીમાઓ પર વહેંચાયેલા વિશિષ્ટ પાટનગર તરીકેઆવેલું શહેર, હૈદરાબાદ તેલંગણામાં તેનો વધુ હિસ્સો સ્થિત હોવા છતાં વહેંચણી પામેલું પાટનગર તરીકેરાખવામાં આવ્યું. તેથી જોકેટૂંકો સમયગાળો હોવાથી પાટનગરની વહેંચણીનો આ તર્ક વાજબી જણાતો નથી. તેનાથી વ્યવસ્થાકીય મુશ્કેલીઓનો અવકાશ રહે છે. તેથી, એક રાજ્ય માટેતેની મર્યાદાઓમાં ન આવતું હોય કેતેની સીમાઓમાં ન આવતું હોય તેવા શહેરનેપાટનગર તરીકે વિક્સાવવું કેટલું વ્યવહારિક છે?

પ્રશ્ન 3- તેલંગણાના આ નિર્ણયનેઆવકારવા આંધ્રપ્રદેશ અનેરયાલસીમાના લોકોના મનના કેવા રચનાત્મક માપદંડોનેતમેઅમલમાં લીધાં? તમેતેમના મંડળની રચના અનેતેમની ચિંતાઓના શમન માટેકેવી બાંહેધરી પુરી પાડી હતી? લોકોમાં સર્વસંમતિનું નિર્માણ કરવા આપણા સર્વેપાસેએક “ટેકનિકલ પ્રક્રિયા” હોય છે, તેનેઅનુસંધાને આપનો “પોલિટીકલ રોડમેપ” ક્યાંછે?

પ્રશ્ન 4- તેલંગણાના લોકો કેજેઓ આપના અનેક વિશ્વાસઘાત કેઆપ ફરી એક વખત તેમનેસવારી કરાવશો, તેનાથી ગંભીર માનસિક આઘાત ભોગવી રહ્યાંછેતેમના માટેઆપેપ્રતિબદ્ધતાની શું તૈયારી દર્શાવી છે?

પ્રશ્ન ૫ : તેલંગણાના ઘણા યુવાનોએ આત્મહત્યા કરી છે. હૈદરાબાદેમૂડીરોકાણના સ્થાન તરીકે
ઘણુ સહન કર્યુછેજેના કારણેઆન્દ્રપ્રદેશ રાજ્ય ખરાબ સ્થિતીમા સપડાયેલુછે. જે રાજ્યને પહેલા ભારતમાં ચોખાનો ઘડો તરીકે ઓળખવામા આવતુ હતુ તેમા કૃષિક્ષેત્રે થયેલા વિનાશને કારણે
ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

હકીકતમાં એવુ છે કે કોંગ્રેસ પક્ષેઆન્દ્રપ્રદેશના લોકોને મળવાની બદલે તેની કમિટી, તેના રિપોર્ટૅ તેમજ તેની નકામી ચર્ચા વિચારણા પાછળ સમય વેડફ્યો છે. હકિકત તો એ છે કે આંધ્ર પ્રદેશેવર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯ મા સૌથી વધારે કોંગ્રેસના સંસદ સભ્યો આપ્યા હોવા છતા કોંગ્રેસ પ્રેસિડેન્ટે કે વાઇસ પ્રેસિડેંન્ટે કોઇ પણ પ્રકારના પગલા ભર્યા નથી. શુ કોંગ્રેસ આગેવાનોએ તેમની રાજકીય વર્તણુકનેઅનૂરૂપ હોય તેરીતેઆન્દ્રપ્રદેશના લોકો જોડેખરાબ વર્તન કરવા બદલ માફી ન માંગવી જોઇએ?

આંધ્રપ્રદેશના દરેક વિસ્તારના નકશા માટેભાજપના સિધ્ધાંતો અમે તેલંગણાને એક રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા માટેની અમારી પ્રતિબધ્ધતાને ટેકો આપીએ છીએ. અમે એવુ વિચારીએ છીએ કે નકશો એવો હોય કે વિસ્તારના બધા લોકોને સરળતાથી માર્ગ મળે.

કોઇ એક વિસ્તારમા રાજ્યની સ્થાપના કરવા માટે બીજા વિસ્તારને ખર્ચો થાય તેવુ ન કરવુ જોઇએ.
અમે એવુ વિચારીએ છીએ કે આપણને આંધ્રપ્રદેશ વિસ્તારમા વિશાખાપટનમ, વિજયવાડા,
ગુન્ટુર, વરાંગલ, કરીમનગર, ઓંગોલ, અનંતપુર કુર્નુલ તેમજ કાદપા જેવા મોટા શહેરોનો વિકાસ
કરવાની તક મળી છે.

અમે સંવિધાનનો આદર કરીએ છીએ કે જેનો દરેક નાગરિકને હક છે. આંધ્રપ્રદેશમા રહેતા
દરેક લોકો, દરેક કુટુંબો, વેપારો તેમજ મિલકતોના રક્ષણ માટેભાજપ તમામ જરૂરી પગલા ભરશે.
આંધ્રપ્રદેશના અર્થતંત્રનેફરીથી જીવંત કરવા અમેપ્રતિબધ્ધ છીએ. કાયદો અનેવ્યવસ્થા, રાજકિય સ્થીરતા અને ગતિશીલ કાર્યપધ્ધતિ અમારી પ્રાથમિકતા હશે. બીજેપી ખાતરીપૂર્વક નદીના પાણીનેદરેક વિસ્તારમા પહોંચાડશે.

અમે દરેક વિસ્તારમા વિશ્વાસ અનેહિંમતનેપાછુલાવવા માટેપ્રતિબધ્ધ છીએ. હવેવધારેરાજકિય

રમતો કેદગાખોરી નહી જોવા મળે. આ કદાચિત એવું પ્રથમ રાજ્ય ભાષા સ્તરે આધારિત વિભાજન પામશે. જે એક ભાવનાશીલ ક્ષણ છે. હાલમાં આ રાજ્ય વિભાજન પામી રહ્યું હોવા છતાં પણ લોકલાગણીને માન આપીને શ્રી પોટ્ટી શ્રીરામુલુ કે જેમણે આંધ્રપ્રદેશના નિર્માણ માટે તેમના જીવનને સમર્પિત કરી દીધું હતું તેના માનમાં આવો આપણે સહુ શિશ ઝુકાવીએ. તેમની યાદગીરીની પ્રેરણા લઇને આ તમામ વિસ્તારોના તેલુગુ લોકોની પ્રગતિ માટે આપણે આપણી જાતને કાર્યરત કરીએ.

આપનો,

નરેન્દ્ર મોદ