શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2016 (00:27 IST)

અલાહાબાદમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક, મિશન યુપી માટે ભાજપનો શંખનાદ

અલ્‍હાબાદમાં ભાજપની રાષ્‍ટ્રીય કારોબારીની અતિ મહત્‍વપૂર્ણ બેઠક આજે ભારે ઉત્‍સાહ અને આશાવાદના માહોલમાં શરૂ થઇ હતી. મિશન યુપી માટે ભાજપની તેયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજથી અલાહાબાદમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પીએમ મોદી ચૂંટણીનો શંખનાદ ફૂંકશે. આ બેઠકમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં સીએમ પદના ઉમેદવારની જાહેરાત પાર્ટી ઓક્ટોબર મહિનામાં કરી શકે તેવી શક્યતા છે.

રાષ્ટ્રીય કાર્યકારિણીમાં અમિત શાહએ સંબોધન આપ્યું. જેમાં તેમણે પશ્વિમ બંગાળ અને કેરલમાં પણ ભાજપ કાર્યકર્તાઓએ જોરદાર મહેનતની પ્રશંસા કરી હતી. તેમજ તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બે વર્ષમાં ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી. હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં પણ ભાજપે સારી સફળતા પ્રાપ્ત કરી. જેમાં પણ અસમની જીત ફક્ત રાજકીય સફળતા નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હતી

બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમયની સાથે સંગઠનમાં ફેરફાર જરૂરી છે અને આ થવું જોઇએ. તેમણે લગભગ 10 મિનિટ સુધી નેતાઓને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પરિવર્તન થતા રહે છે, પરંતુ આપણે આગળ વધતા રહેવું જોઇએ. આપણે નવા આઇડિયા પર વિચાર કરતા રહેવું છે.આ સાથે જ તેમણે કહ્યું કે, કાર્યકર્તા આપણી સાથે જોડાયેલા છે તેને એકજુટ કરીને આગળ વધવાનું છે. આપણા દેશમાં 80 કરોડ યુવાન છે. તેમના મનને વાંચતા જરૂરી ફેરફાર કરવા પડશે. વડાપ્રધાને આ સાથે જ પાર્ટી અધિકારીઓને વિપક્ષને નબળા ન સમજવાની સલાહ પણ આપી. તેમણે કહ્યું કે, વિરોધીઓને નબળા સમજવા ન જોઇએ. તે આપણી પર હુમલા કરવા માટે નવી નવી રીત શોધતા રહે છે. તેમના હુમલાનો જવાબ આપણા કામથી આપવાનો છે. આપણે મજબૂત બનવું પડશે. આપણા જે 11 કરોડ સભ્ય છે તેમને આપણી સાથે જોડી રાખવા માટે કામ કરવાનું છે.

કોંગ્રેસે આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના અલાહાબાદ મુલાકાતને પોલ ખોલ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર પોતાના ખોટા વચનોની પોલ ખોલવા માટે અલાહાબાદના દરેક 12 વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટીની બેઠક કરશે. જે ગત સામાન્ય ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ ગઈ છે. તો કોંગ્રેસની વિદ્યાર્થી શાખા એનએસયુઆઈએ આજે બંધનું એલાન કર્યુ છે.