મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2014 (10:56 IST)

અસીમાનંદનો આરોપ, RSS એ આપી હતી ધમાકોની મંજૂરી, સંઘે કહ્યુ બધુ ખોટુ

P.R


2007ની સમજૂતી એક્સપ્રેસ હુમલાના આરોપનો સામનો કરી રહેલ અસીમાનંદે એક ઈંટરવ્યુમાં કહ્યુ કે આ ધમાકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માહિતીમાં થયા.

અસીમાનંદના આ ઈંટરવ્યુમાં કૈરેવન પત્રિકામાં પ્રકાશિત થયો છે. તેમા કહેવામાં આવ્યુ છે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આ ષડયંત્રની માહિતી આપી. અસીમાનંદ સમજૂતી એસક્પ્રેસ હુમલા ઉપરાંત હૈદરાબાદના મક્કા મસ્જિદ ધમાકા અને અજમેર દરગાહમાં 2007માં થયેલ ધમાકાના પણ આરોપી છે. તેઓ હાલ અંબાલા સેંટ્રલ જેલમાં બંધ છે.

જો કે અસીમાનંદના વકીલ જેએસ રાનાએ એક નિવેદન રજૂ કરી પત્રિકામાં પ્રકાશિત રિપોર્ટ રદ્દ કરી અને દાવો કર્યો કે આવો ઈંટરવ્યુ ક્યારેય થયો જ નથી. તેમણે કાયદાકીય કાર્યવાહીની ધમકી આપતા કહ્યુ કે આ લેખમાં પ્રકાશિત સામગ્રી ખોટી, આધારહીન અને ઉપજાવેલી છે.

કૈરેવન મુજબ અસીમાનંદે જેલમાંથી જ અનેક કડીયોમાં આ વાત કરી. જેમા તેમણે દાવો કર્યો કે 2007માં સમજૂતી એક્સપ્રેસમાં થયેલ ધમાકા, હૈદરાબાદની મક્કા મસ્જિદ, રાજસ્થાનના અજમેર શરીફમાં થયેલ ધમાકા અને 2006 અને 2008માં માલેગાવમાં થયેલ ધમાકા આરએસએસના ટોચના નેતૃત્વની મંજૂરીથી થયો હતો, જેમા વર્તમાન સંઘ પ્રમુખ મોહન ભાગવતનો પણ સમાવેશ છે.

આ વિશે સંઘના પ્રવક્તા રામ માઘવે કહ્યુ છે કે અસીમાનંદ જેલમાં છે, પછી તેનો ઈંટરવ્યુ કેવી રીતે લઈ શકાય છે. અમે પ્રકાશિત વાતચીતની સત્યતા પર પ્રશ્ન ઉઠાવીએ છીએ. સંઘના એક અન્ય વરિષ્ઠ નેતા એમજી વૈદ્યે કહ્યુ, આ બધુ ખોટુ છે, કલ્પના છે. આરએસએસ એવુ કૃત્ય નથી કરતુ. સંઘ ક્યારેય કોઈને બોમ્બ બ્લાસ્ટ કરવા નથી કહેતુ. પણ તેનુ કામ ચરિત્ર નિર્માણ અને ઈતિહાસ નિર્માણનું છે. આરએસએસનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી.

કોંગ્રેસે આ બાબતની તપાસની માંગ કરી છે. કોંગ્રેસ્દ નેતા રાજીવ શુક્લાનુ કહેવુ છે કે આ ખૂબ જ ગંભીર આરોપ છે અને ગૃહમંત્રાલયે તેના પર જરૂર વિચાર કરવો જોઈએ. ભાજપાએ પોતાનુ વલણ સ્પષ્ટ કરવુ જોઈએ.

નેશનલ ઈંવેસ્ટિગેશન એજંસીએ અસીમાનંદ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, પણ તેમણે ક્યારેય પ્રમુખ આરએસએસ નેતાનો ઉલ્લેખ નથી કર્યો. એજંસીના સૂત્રો મુજબ તેમણે નથી લાગતુ કે પત્રિકામાં છપાયેલ વાતોથી કોઈ પ્રભાવ પડશે.