શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , સોમવાર, 9 ડિસેમ્બર 2013 (11:36 IST)

આ હાર પરથી કોંગ્રેસને એક સંદેશ મળ્યો છે - રાહુલ ગાંધી

P.R
વિધાનસભા ચૂંટણી મળેલી સજ્જડ હાર બાદ કોંગ્રેસમાં સન્નાટો છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં મળેલી હાર અંગે પ્રતિક્રીયા આપી અને કહ્યુ કે કોંગ્રેસને આત્મમંથનની જરૂર છે.

સોનિયા ગાંધીએ કહ્યુ કે પરિણામથી અમે નિરાશા છીએ. અને વિનમ્રતા સાથે હાર સ્વીકારીએ છીએ. અને વિરોધીઓને જીત માટે અભિનંદન પાઠવુ છું. સોનિયાએ કહ્યુ કે ચૂંટણી પરિણામો માટે અનેક પરિણામ જવાબદાર છે. હું જાણું છું કે લોકો નાખુશ છે. મોંઘવારી પણ એક મુદ્દો છે. જેથી આ પ્રકારનાં પરિણામ આવ્યા. રાજસ્થાન અને દિલ્હીમાં અમારી સરકારે સારુ કામ કર્યુ પણ અમે આત્મમંથન કરીશું.

ચૂંટણી પરિણામો અંગે સોનિયાએ કહ્યુ કે આ પરિણામોને લોકસભા ચૂંટણી સાથે જોડીને ન જોવા જોઇએ. રાજ્યોની ચૂંટણી સ્થાનીક નેતાઓનાં વ્યક્તિત્વ અને મુદ્દાઓ પર લડવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીમાં જનતા જોશે કોણ તેમને સારુ નેતૃત્વ આપી શકે છે. અને યોગ્ય સમયે કોંગ્રેસ વડાપ્રધાન પદનાં ઉમેદવારની જાહેરાત કરશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે આ ચૂંટણીનાં માધ્યમથી અમને એક સંદેશ મળ્યો છે અને તે સંદેશને મેં અને કોંગ્રેસે દિમાગથી નહીં પણ દિલથી સાંભળ્યો છે. કોંગ્રેસ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સક્ષમ છે, અને પાર્ટી તેના માટે કોઇ કસર નહી છોડે. રાહુલે કહ્યુ કે જનતાનો અવાજ સાંભળવા અમારુ કર્તવ્ય છે. જે જનતાએ કહ્યુ તે અમે સાંભળ્યુ છે. આમ આદમી પાર્ટીને શુભેચ્છાઓ આપતા રાહુલ કહ્યુ કે કોંગ્રેસે આપ પાસેથી શિખવાની જરૂર છે. આપ પાર્ટીએ વધુમાં વધુ લોકો પોતાની સાથે જોડ્યા જે અમે ન કર્યુ. પણ હવે અમે વધુમાં વધુ લોકોને કોંગ્રસ સાથે જોડીશું.