ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 24 જાન્યુઆરી 2015 (18:04 IST)

આગામી દિવસોમાં ઇન્‍ટરનેટ અને મોબાઇલથી પણ વોટીંગ કરી શકાશે

દેશના મુખ્‍ય ચૂંટણી કમીશ્નર હરિશંકર બ્રહ્યએ કહ્યું છે કે ચુંટણી પંચ ઇન્‍ટરનેટ અને મોબાઇલ વોટીંગ ઉપર વિચાર કરી રહેલ છે. આનાથી દેશના એવા લાખો યુવા મતદારોને આકર્ષવામાં મદદ મળશે જેમને લાગે છે કે આખરે તેઓ શા માટે પોતાના સ્‍માર્ટફોન અને ટેબ્‍લેટનો પ્રયોગ મત આપવા માટે શા માટે કરી શકતા નથી.

   એક સેમીનારમાં બ્રહ્યએ કહયું હતું કે, ઇન્‍ટરનેટ અને મોબાઇલ વોટીંગ ચર્ચાનો વિષય છે બાદમાં તેમણે કહ્યું હતું કે વિશ્વ ઝડપથી બદલાઇ રહ્યુ છે અને આવતા કેટલાક વર્ષોમાં સ્‍થિતિ ઘણી બદલાઇ જશે. આપણે આ માટે જરૂરી ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને ટેકનોલોજી ઉપર ધ્‍યાન આપવાની જરૂર છે.જો કે તેમણે કહ્યું હતું કે જો આ યોજના શરૂ થાય તો તેમાં સમય લાગશે કારણ કે ગ્રામીણ વિસ્‍તારોમાં ઇન્‍ટરનેટની હજુ પુરેપુરી પહોંચ નથી.

   સુપ્રિમ કોર્ટે આખા મહિનાના પ્રારંભમાં જ એનઆરઆઇ ભારતીયોને બેલેટ સિસ્‍ટમ કે પ્રોકસી દ્વારા વોટીંગની મંજુરી આપી છે. આ સંબંધમાં કોર્ટનો નિર્ણય કેન્‍દ્ર સરકાર દ્વારા પંચની ભલામણનો સ્‍વીકાર થયા બાદ આવ્‍યો હતો.

   સાથો સાથ બ્રહ્યએ સુપ્રિમ કોર્ટના ‘નોટો' ના વિકલ્‍પ અને દોષિત લોકોને ચૂંટણી લડવા ઉપર પ્રશ્નબંધ મુકવાના નિર્ણયને પણ આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી પંચને સૌથી મોટુ સમર્થન છે.