શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2013 (11:53 IST)

આજે દિલ્હી ગેંગરેપ અને બટલા હાઉસ પર નિર્ણય આવશે

P.R


દિલ્હીમાં ગુરૂવારે બે બહુચર્ચિત મુદ્દા પર નિર્ણય આવી શકે છે. વસંત વિહાર સામુહિક દુષ્કર્મ અને હત્યાકાંડમાં આરોપી કિશોર હોવાના મુદ્દે ન્યાય વોર્ડ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. બટલા હાઉસ મુઠભેડ કાંડના એકમાત્ર ધરપકડ શંકાસ્પદ આતંકી શહજાદના મુદ્દે સકેત કોર્ટ પણ નિર્ણય લઈ શકે છે. આ મુઠભેડથી દિલ્હી પોલીસની સ્પેશલ સેલના ઈંસ્પેક્ટર એમસી શર્માનુ મોત થયુ હતુ.

આગળ વાંચો બટલા હાઉસ એન્કાઉંટર વિશે


બટલા હાઉસ એંકાઉંટર

દિલ્હીના વર્ષ 2008માં થયેલ બટ્લા હાઉસ એનકાઉંટર પર ગુરૂવારે નિર્ણય આવી શકે છે. તેમા આરોપી સંદિગ્ધ આતંકી પર ઈંસ્પેક્ટરના ખૂનનો પણ આરોપ છે. પાંચ વર્ષ પહેલા જામિયા નગર વિસ્તારના બટલા હાઉસમાં એક એંકાઉટર થયુ હતુ. આ એંકાઉંટરમાં બે આતંકી માર્યા ગયા હતા.

દિલ્હી પોલીસના એક જાંબાજ ઈંસ્પેક્ટર એમસી શર્મા પણ શહીદ થયા હતા. હવે પાંચ વર્ષ બાદ આ એનકાઉંટરની હકીકત પર કોર્ટમાં નિર્ણય આવવાનો છે. તેથી સૌની નજર તેના પર ટકી છે. આ મુદ્દે ઈંડિયન મુજાહિદ્દીનનો શંકાસ્પદ આતંકવાદી શહજાદ અહમદ કેસનો સામનો કરી રહ્યો છે.

પોતાની અંતિમ દલીલોમાં અભિયોજન પક્ષે દાવો કર્યો કે બટલા હાઉસમાં જામિયા નગરના ફ્લેટમાં શહજાદ હાજર હતો. આ વાતને સાબિત કરવા માટે તેની પાસે પર્યાપ્ત પુરાવા છે. અને તે એ લોકોમાં હતો જેમણે પોલીસ પર ગોળીઓ ચલાવી જેને કારણે પોલીસના નિરીક્ષક મોહન ચંદ શર્માનુ મોત થયુ હતુ. શહજાદની સાથે અન્ય આરોપી જુનૈદ બાલકનીમાંથી બહાર ભાગી ગયો હતો. શહજાદના વકીલનો દાવો છે કે બનાવટી મુઠભેડમાં શહજાદ ફ્લેટમાં હાજર નહોતો.

શહજાદ તરફથી એવો દાવો કરાયો છે કે કોઈપણ પ્રત્યક્ષદર્શીએ ફ્લેટમાં રહેતા લોકોની માહિતી નથી આપી. શહજાદ એ ફ્લેટમાં હતો જ્યા 19 સપ્ટેમ્બર 2008ના રોજ વિશેષ પોલીસના અધિકારીઓ અને ઈંડિયન મુજાહિદ્દીના આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. આ આતંકવાદીઓએ 13 સપ્ટેમ્બર 2008ના રોજ કરોલબાગ, કનોટ પ્લેસ, ગ્રેટર કૈલાશ અને ઈડિયા ગેટ પર ક્રમવાર ધમાકા કર્યા હતા જેમા 26 લોકોના મોત થયા હતા અને 133 ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટમાં અન્ય આરોપીઓ જુનૈદ, મોહમ્મદ આતિફ અમીન ઉર્ફ બશીર અને મોહમ્મદ સાજિદ હતા. જેમા મોહમ્મદ સેફને આરોપી ન બતાવ્યો કારણે તેણે આ મુઠભેડ દરમિયાન ખુદને ટોયલેટમાં બંધ કરીને શાંતિપૂર્વક આત્મસમર્પણ કર્યુ હતુ. જ્યારે અતિફ અને સાજિદ મુઠભેડમાં માર્યા ગયા. જુનૈદને ભગોડિયો જાહેર કરાયો છે.

આગળ દિલ્હી ગેંગરેપ વ્કિશે



P.R
દિલ્હી ગેંગરેપ

ગયા વર્ષે 16 સપ્ટેમબરના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં યુવતી સાથે ગેંગરેપના કિશોર આરોપીને ગુરૂવારે સજા સંભળાવવામાં આવી શકે છે. આરોપના મુજબ સૌથી વધુ બર્બરતા કરવા છતા તેને વધુમાં વધુ 3 વર્ષની સજા મળશે. બીજી બાજુ આ છોકરો બાળ સુધાર ગૃહમાં રહેશે, જેલમાં નહી.

દિલ્હીમાં સામુહિક દુષ્કર્મ પછી એક આરોપીએ કિશોર હોવાનો દાવો કર્યો. ઘટના સમયે તેની વય 17 વર્ષ 6 મહિના અને 12 દિવસ હતી. તેથી આખા દેશમા જુબેનાઈલ જસ્ટિસની એક્ટની સમીક્ષાની માગ ઉઠી. સરકારે આ કેસને રેયોરેસ્ટ ઓફ રેયર માનવાનુ સમર્થન કર્યુ. બીજી બાજુ દિલ્હી પોલીસે કિશોરની વય સીમા ઘટાડીને 16 વર્ષ કરવાની વકાલત કરી.

દેશની સૌથી મોટી કોર્ટે જુબેનાઈલ જસ્ટિસ એક્ટમાં ફેરફાર કરવાની ના પાડી દીધી. કોર્ટે કહ્યુ કે કિશોરની વર્તમાન વય બદલવાની જરૂર નથી, જે હાલ 18 વર્ષ છે. હવે આ આરોપીને કિશોઅર હોવાનો ફાયદો મળશે અને તેને માત્ર 3 વર્ષની સજા થઈ શકે છે.