ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 11 ફેબ્રુઆરી 2014 (14:44 IST)

આજે દિલ્હીમાં મોદીની ડિનર પાર્ટીમાં જાણો શુ રહેશે મેનૂ ?

P.R
રાજધાની દિલ્હીમાં ભાજપનું ચૂંટણી મંથન થઇ રહ્યુ છે. આજે ભાજપનાં રાષ્ટ્રીય કાર્યાલય ખાતે પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને ડીનર માટે બોલાવ્યા છે. જેનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવાનો છે.

દિલ્હીનાં અશોક રોડ સ્થિત પાર્ટી કાર્યાલય ખાતે ભાજપનાં તમામ સાંસદો ભેગા થશે. ભાજપનો એક નોટ, એક વોટનો સાપ્તાહિક કાર્યક્રમ પણ શરૂ થઇ રહ્યો છે. જેના દ્વારા 10 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક છે.

સાંજે 6 વાગ્યે હળવા નાસ્તા સાથે ચર્ચા શરૂ થશે. જેમાં ફ્રૂટ ચાટ, અંકુરિત મગ ચના અને ચા-કૉફી હશે. રાતે 8 વાગ્યે ડીનરનું વિશાળ મેન્યૂ રાખવામાં આવ્યુ છે. અંદાજે 200 લોકોનું ભોજન પાર્ટીની કેન્ટિગમાં જ તૈયાર કરવામાં આવશે. જેમાં મિક્સ રાઇસ, વેજ પુલાવ, મેથી મટર, ચપાટી, સરસોંનું શાક, શાહી પનીર, દહી વડા, જલેબી, રબડી, વડા, સૂપ, ટિક્કી, ઇડલીનો સમાવેશ થાય છે.

મોદી 12 ફેબ્રુઆરીથી ચા પર ચર્ચા અભિયાન શરૂ કરી રહ્યા છે. જેના દ્વારા તેઓ પાર્ટીનાં બીજા નેતાઓ, મતદાતાઓ અને સોશિયલ મીડિયા પર જોડાશે.