શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

આઝાદ કોંગ્રેસના મહાસચિવ બન્યા

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની ટીમમાં ફેરબદલ કરતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામનબી આઝાદને પાર્ટીના નવા મહાસચિવ નિમણૂંક કર્યા છે.

પાર્ટી દ્વારા રજૂ જાહેરાતમાં સોનિયાએ કુલ નવ મહાસચિવની નિમણૂંક કરી છે. જેમા આઝાદ જ ફક્ત નવો ચહેરો છે, બાકીના આઠને તેમના પદ પર યથાવત રાખ્યા છે. નારાયણ સામીએ મહાસચિવના પદથી મુક્ત કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમણે છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ અને ત્રિપુરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત સોનિયાએ વિવિધ રાજ્યોને પ્રભારી અને બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને માટે સ્ક્રીનિંગ કમિટિનુ પણ ગઠન કર્યુ છે.

આઝાદે કર્ણાટક, તમિલનાડુ, ઉડીસા અને પોંડિચેરીનો પ્રભાર સોપીં દીધો છે. આઝાદ ઉપરાંત બીકે હરિપ્રસાદ, દિગ્વિજયસિંહ, જનાર્દન દ્વિવેદી, મોહસિના, કિંદવઈ, મુકોલ વાસનિક, પૃથ્વીરાજ ચૌહાણ અને રાહુલ ગાંધીને મહાસચિવ બનાવી રાખ્યા છે.