શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

આદર્શ ગોટાળા માટે ચૌહાણ જવાબદાર - દેશમુખ

N.D
કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી વિલાસ રાવ દેશમુખે આદર્શ હાઉસિંગ સોસાયટી ગોટાળામાં ચૌહાણને જવાબદાર બતાવ્યા.

આદર્શ હાઉસિંગ સોસાયટી ગોટાળા બહાર આવતા મહારાષ્ટ્ર કોંગ્રેસમાં મતભેદ ઉભા થવા લાગ્યા છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી વિલાસ રાવ દેશમુખે મુખ્યમંત્રી અશોક ચૌહાણ પર આરોપ લગાવ્યો છે કે તેમણે ભવન નિર્માણ નિયમમાં બદલાવ કરી કારગિલ શહીદોના પરિવાર માટે બનેલ કો.ઓપરેટિવ સોસાયટીની બિલ્ડિંગમાં સામાન્ય નાગરિકોનો પ્રવેશ કરવાની તક આપી.

અશોક ચૌહાણ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચુકેલા દેશમુખે એક ખાનગી ટીવી ચેનલને આપેલ મુલાકાતમાં કહ્યુ કે ચૌહાણ દ્વારા મોકલેલ કેટલાક પ્રસ્તાવોને તેમણે દોષમુક્ત કરી દીધા હતા તેમણે એ પણ કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને આ મુદ્દા પર કશુ કહ્યુ નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ચૌહાણે શનિવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને આદર્શ સોસાયટીના કેટલાક ફ્લેટ પોતાની સાસુ અને બીજા બે અન્ય સંબંધીઓના નામે કરવાના આરોપ પછી તેમણે રાજીનામાની રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય નાગરિકોના ફ્લેટ આપવાના મુદ્દા પર ચૌહાણ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી દેશમુખ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી સુશીલ કુમાર શિંદેના નામ પણ ઉછળ્યા હતા. રાજનીતિક ચર્ચા એ ચાલી રહી છે કે ચૌહાણનુ રાજીનામુ મંજૂર થશે તો દેશમુખ કે શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.