શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

આદિવાસીઓ માટે લડતો રહીશ - રાહુલ ગાંધી

N.D
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ આદિવાસીઓ માટે લડતા રહેશે. રાહુલ ગુરૂવારે ઉડીસાના લાજીગઢ યાત્રા પર ગયા, જ્યા તેમણે વેદાંતા જમીન અધિગ્રહણ પર આદિવાસીઓને સંબોધિત કર્યા. તેમણે બોક્સાઈટ ખનન પ્રોજેક્ટ બબતે વેદાંતા કંપની પર લાગેલ રોકને સ્થાનીક આદિવાસીઓની જીત બતાવી. જો કે રાહુલે પોતાના ભાષણમાં ક્યાંય પણ વેદાંતા કંપની કે પછી બોક્સાઈટ પ્રોજેક્ટનુ નામ ન લીધુ.

પોતાના ભાષણમાં તેમણે કહ્યુ કે તેઓ દિલ્લીમાં આદિવાસીઓના સિપાહી છે અને તેઓ તેમના માટે અવાજ ઉઠાવતા રહેશે. રાહુલે કહ્યુ કે મોટાભાગે એવુ બને છે કે ગરીબ લોકોનો અવાજ ઉપર સુધી નથી પહોંચી શકતો અને તેથી તેઓ તેમના તરફથી અવાજ ઉઠાવશે.

આદિવાસીઓના અધિકાર દિવસ પર રાહુલે આદિવાસીઓને એ સંદેશ આપ્યો કે સરકાર તેમના હિતો સાથે કોઈપણ કિમંત પર સમજૂતી નહી કરે. રાહુલે કહ્યુ કે દેશના દરેક નાગરિક એક સમાન છે. તેમણે કહ્યુ કે હિન્દુસ્તાનમાં જ બે હિન્દુસ્તાન વસે છે, જેમા એક ગરીબોનો છે અને બીજો શ્રીમંતોનો રાહુલે અપીલ કરી કે આપણે વિકાસનુ દરેક કામ ગરીબોના હિતને ધ્યાનમાં રાખીને કરવુ જોઈએ.

લાજીગઢના આદિવાસીઓ વેદાંતા પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટને કારણે મોટા પાયા પર જમીનનુ હસ્તાંતરણ કરવાનુ હતુ, જેના વિરુદ્ધ બધા આદિવાસીઓ એક થઈ ગયા હતા.

બીજેપીએ રાહુલના ઉડીસા પ્રવાસની ખૂબ જ આલોચના કરી છે અને કહ્યુ છે કે આ રાજનીતિક સ્વાર્થથી પરિપૂર્ણ છે.