મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 13 ડિસેમ્બર 2013 (16:01 IST)

'આપ' પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવવાના બધા વિકલ્પો પર વિચાર કરશે

ગુજરાત સમાચાર

.
P.R
રાજધાની દિલ્હીમાં સરકાર બનાવવાના મુદ્દા પર આમ આદમી પાર્ટી થોડી નરમ પડી છે. એવુ કહેવાય રહ્યુ છે કે આપ દિલ્હીમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલના ઘરે 'આપ'ની બેઠક ચાલી રહી છે. જેમા પહેલીવાર પાર્ટીએ કહ્યુ કે દિલ્હીમાં સરકાર બનાવવાના બધા વિકલ્પો ખુલ્લા છે.

'આપ' પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે કહ્યુ કે જો કોંગ્રેસ અને બીજેપીની મદદ લીધા વગર સરકાર બને છે તો પાર્ટી તેના પર વિચાર કરી રહી છે. કુમાર વિશ્વાસનુ કહેવુ છે કે પાર્ટીની રાજનૈતિક સલાહકાર સમિતિ આ મુદ્દે અંતિમ નિર્ણય કરશે. કેજરીવાલ રાજ્યપાલને મળવા શનિવારે સવારે આવશે.

દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલ્હીમાં સરકાર બનાવવાની શક્યતાઓ પર વિચાર કરવા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને શનિવારે વાતચીત માટે બોલાવ્યા છે. જેમની પાર્ટીના 28 ધારાસભ્યો છે અને જે બીજી સૌથી મોટી પાર્ટીના રૂપમાં આવી છે.

આ પહેલા ઉપરાજ્યપાલની સાથે મુલાકાત પછી ભાજપાના મુખ્યમંત્રી પદના દાવેદાર હર્ષવર્ધને કહ્યુ કે દિલ્હીની જનત દ્વારા સ્પષ્ટ બહુમત આપવાને કારણે ભાજપા વિપક્ષમાં બેસવુ પસંદ કરશે. ઉપરાજ્યપાલે હર્ષવર્ઘનને દિલ્હીમાં સરકારની રચનાની શક્યતાઓની જાણ કરવાના પ્રયાસો હેઠળ બોલાવ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપાને તેના સહયોગી અકાલી દળની એક સીટ મળીને 70 સભ્યોની વિધાનસભામાં 32 સીટ મળી છે, જ્યારે કે આમ આદમી પાર્ટીને 28 સીટો મળી છે. કોંગ્રેસ્ની આઠ સીટો છે અને જદયૂને એક સીટ પર જીત મળી છે, જ્યારે કે મુંડકા સીટ પર નિર્દળીય ઉમેદવાર વિજયી રહ્યા.