બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2014 (14:24 IST)

આપ પાર્ટીનું નવુ મિશન - નરેન્દ્ર મોદી પર હલ્લાબોલ

P.R


આમ આદમી પાર્ટીને બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિવેદનો દ્વારા સરત હુમલો ચાલુ છે. બુધવારે આમ આદમી પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે ટ્વિટર પર ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ.

યોગેન્દ્ર યાદવે ટ્વિટર પર લખ્યુ, 'ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને બીજેપી નેતા હરેન પંડ્યાની હત્યા કોણે કરી ? શુ 11 વર્ષની રાહ જોયા બાદ ક્યારેય તેમના પરિવારને ન્યાય મળી શકશે ખરો ? ગુજરાત પોલીસ મામલે જે લોકો પર આરોપ લગાવાયો, હાઈકોર્ટમાં તેણે રદ્દ્ કરી દીધી. આવામાં અત્યાર સુધી ફરીથી તપાસ કેમ ન કરવામાં આવી ? પંડ્યાને કોણે માર્યા ?

નરેન્દ્ર મોદી સરકારથી સવાલ કરતા 'આપ' નેતાએ ટ્વીટ કર્યુ - હરેન પંડ્યા હત્યા : ગુજરાત હાઈકોર્ટએ નકલી તપાસની ઘોર નિંદા કરી. અત્યાર સુધી બીજીવાર કોઈ તપાસ નથી થઈ. સત્યના સામે આવવાથી કોણ ગભરાય રહ્યુ છે ? મોદીએ પોતાના જૂનિયર મિનિસ્ટર અમિત શાહ સાથે 2002થી ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યુ છેૢ આવુ ક્યા સુધી ચાલશે ?

બીજી બાજુ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આપના સંયોજક અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે નરેન્દ્ર મોદી સહિત તેમના અનેક મંત્રી અને ધારાસભ્યો વિરુદ્ધ અનેક અપરાધિક અને ભ્રષ્ટાચારના મામલા છે. પાર્ટીએ ગેસ કિમંતો અને ચૂંટણી અભિયાન ફંડિગમાં અનિમિતતાને લઈને નરેન્દ્ર મોદીને ચુપ્પી પર નિશાન સાધ્યુ છે. પાર્ટીનુ કહેવુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને અડાની તેમજ રિલાયંસ ગ્રુપ જેવા બિઝનેસ સમૂહ વચ્ચે નિકટનો સંબંધ છે. સાથે જ આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે મોદીને પીએમ બનાવવા માટે ભાજપા તરફથી કથિત રૂપે 400 કરોડ રૂપિયા ખર્ચ કરવાના સમાચાર પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

એવુ કહેવાય છે કે આમ આદમી પાર્ટીની 23 ફેબ્રુઆરીના રોજ રોહતકમાં થનારી રેલીમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિશાના પર નરેન્દ્ર મોદી હશે. મોદીને ઘેરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આમ તો હુમલા કોંગ્રેસ પર પણ થશે પણ વધુ નિશાન મોદી પર કરવાની તૈયારી થઈ રહી છે.