બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 17 ફેબ્રુઆરી 2014 (14:24 IST)

આપ' પાર્ટીને દેશની ચિંતા નથી, બસ સત્તાની ભૂખ છે - અન્ના હજારે

P.R
સામાજિક કાર્યકર્તા અને જનલોકપાલ બિલના મુદ્દા પર રામલીલા મેદાનમાં 12 દિવસ સુધી અનશન કરીને અણ્ણા હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર તમામ પાર્ટીઓના નેતાઓને ભ્રષ્ટ કહેવાથી પહેલા સાબિતીઓ રજૂ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે કેજરીવાલને હવે દેશ કે સમાજની ચિંતા નથી તેમને ફક્ત સત્તાની ભૂખ છે.

અણ્ણા હજારેએ કહ્યું કે કેજરીવાલે જનતાને જાણકારી આપવી જોઈએ કે કોઈ નેતા તેમના મુજબ ભ્રષ્ટાચાર કેમ છે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ ભ્રષ્ટનેતા અધિકારીઓની યાદી પર પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં અણ્ણાએ કહ્યું કે આપ પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદીની સાથે તેઓ સંમત નથી.

કેટલાક દિવસ પહેલા અરવિંદ કેજરીવાલના વખાણ કરનાર સમાજસેવક અણ્ણા હજારેએ એક વાર ફરીથી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અણ્ણાએ આપ પાર્ટીના સંયોજક કેજરીવાલ પર હુમલો કરતા કહ્યું છે કે આમ આદમી પાર્ટીના દિલમાં સમાજ અને દેશ નથી, માત્ર સત્તા છે તેઓ તેની જ પાછળ પડ્યા છે. તેમણે કહ્યું કે જો જનલોકપાલ લાવવા પર કોઈ બંધારણીય અડચણ હતી તો બેસીને એનો ઉકેલ લાવવા માટે ચર્ચા - વિચારણા થઈ શકે એમ હતી.

જો કે જનલોકપાલબિલ દિલ્હી વિધાનસભામાં પાસ ના થવા પર અણ્ણાએ ભાજપ અને કોંગ્રેસને પણ આડે હાથે લીધા. અણ્ણાએ પૂછ્યું કે જનલોકપાલ તો દેશના સારા માટે હતું તો પછી ભાજપ અને કોંગ્રેસે મળીને જનલોકપાલ બિલ પાસ કેમ ના કર્યું.

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા દિલ્હીમાં અણ્ણાએ કેજરીવાલ અને તેમની ટીમની મુલાકાત પછીથી આ ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે કેજરીવાલે અણ્ણા હજારેને મનાવી લીધા છે. પરંતુ અણ્ણાના આ નિવેદને આવી કોઈ પણ સંભાવનાને જડમૂળમાંથી ફગાવી દીધી છે. જો કે હમણાં હમણાં જ અણ્ણા હજારેનું એક નિવેદન હતું કે કેજરીવાલને સત્તા ત્યાગ કરવો પડ્યો તે ભારે દુર્ભાગ્યપૂર્ણ વાત છે તેમ અણ્ણાએ જણાવ્યું હતું જ્યારે હવે એ જ અણ્ણા કહી રહ્યા છે કે આપ પાર્ટીના દિલમાં દેશ નથી સત્તા છે ત્યારે હવે જોવાનું એ છે કે મુખ્ય અણ્ણા હજારે આખરે કહેવા માગે છે શું.