શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

આરૂષિ હત્યાકાંડ : જાણો કેમ કરી રાજેશ તલવારે આરુષિ-હેમરાજની હત્યા !!

હેમરાજને મારવાના ચક્કરમાં આરૂષિને મારી નાખી

.
P.R

આરુષિ-હેમરાજ ડબલ હત્યાકાંડ બાબતે સીબીઆઈના વિશેષ કોર્ટે દાવો કર્યો છે કે તલવારથી આરુષિની હત્યા દુર્ઘટનાવશ થઈ ગઈ. જ્યારે કે હેમરાજને રાજેશ તલવારે ગુસ્સામાં માર્યો હતો. કોર્ટે હત્યાના હેતુની માહિતી આપતા સીબીઆઈને જણાવ્યુ કે આરુષિ અને તલવારના ઘરેલુ નોકર હેમરાજને આપત્તિજનક હાલતમાં જોયા હતા. ત્યારબાદ ડો. રાજેશે પોતાની ગોલ્ફ સ્ટિકથી બંનેને માર્યા. જેનાથી બંનેનુ મોત થઈ ગયુ.

કેસની તપાસ કરનારી સીબીઆઈ ટીમે પ્રમુખ એડીશનલ એસપી એજીએલ કૌલે વિશેષ કોર્ટમાં થઈ રહેલ સુનાવણી દરમિયાન આ માહિતી આપી. તેમણે કહ્યુ કે 14 વર્ષની આરુષિની લાશ તેના બેડરૂમમં 15 મે ના રોજ જોવા મળી હતી. બીજા દિવસે એ જ એપાર્ટમેંટની અગાશીમાં ઘરેલુ નોકર હેમરાજની લાશ મળી હતી.

એએસપી કૌલના મુજબ હત્યાવાળી રાત્રે ડો. રાજેશને ઘરની અંતરથી અવાજ સાંભળવા મળી. તેઓ હેમરાજના રૂમમાં ગયા પણ તે ત્યા ન મળ્યો. રૂમમાની બે ગોલ્ફ સ્ટિકમાંથી રાજેશે તલવારે એક ઉઠાવી લીધી અને આરુષિના રૂમ તરફ ગયા. દરવાજો અંદરથી બંધ નહોતો અને ત્યાથી અવાજ આવી રહ્યો હતો. રાજેશે ધક્કો મારીને દરવાજો ખોલ્યો. અંદર આરુષિ અને હેમરાજ આપત્તિજનક હાલતમાં હતા. આ જોઈને રાજેશ ગુસ્સાથી લાલપીળો થઈ ગયા અને ગોલ્ફ સ્ટિકથી તેમણે હેમરાજના માથા પર વાર કર્યો. હેમરાજના માથા પર બીજો વાર કરવા દરમિયાન ગોલ્ફ સ્ટિક આરુષિના માથા પર પણ વાગી. એએસપી કૌલે જણાવ્યુ કે જે ગોલ્ફ સ્ટિક સીબીઆઈએ જપ્ત કરી તે સારી રીતે જોડાયેલી નહોતી. આરુષિના માથે ઘા હતો. આ વી કે યૂ આકારવાળી ગોલ્ફ સ્ટિકની મારને કારણે હતો.

પોતાનો બચાવ કરવા તલવાર દંપત્તિએ શુ નાટક કર્યુ જુઓ આગળ


P.R

અવાજ સાંભળીને નુપુર તલવારની પણ આંખ ખુલી ગઈ અને તે આરૂષિના રૂમમાં પહોંચી. બંનેયે હેમરાજ અને આરુષિની નાડી તપાસી. હેમરાજ મરી ગયો હતો અને આરુષિ પણ મરી રહી હતી. ગભરાઈને તલવાર દંપત્તિએ લાશને છુપાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ત્યારે તેમણે નોકર પર જ હત્યાનો આરોપ લગાવવાનુ ષડયંત્ર રચ્યુ. હેમરાજની લાશને ચાદરથી સંતાડીને બંને દાદરા પરથી ખેંચીને અગાશીમાં લઈ ગયા. ત્યા બંનેયે મળીને ધારદાર હથિયાર વડે તેનુ ગળુ વીંધી નાખ્યુ. પછી બંનેયે અગાશીમાં તાળુ મારી દીધુ અને બીજીવાર આરુષિના રૂમમાં ગયા અને આખો રૂમ સાફ કર્યો. આરુષિનુ ગળુ પણ ધારદાર હથિયારથી કાપી નાખ્યુ. જેથી બનેનુ મોત એક સમાન લાગે. ત્યારબાદ નુપુરે આરુષિના પ્રાઈવેટ પાર્ટ પણ સાફ કર્યા અને તેને કપડા પહેરાવી દીધા. પુરાવા ન મળે તે માટે બંને આખી રાત લોહીના ડાધા સાફ કરતા રહ્યા. આ દરમિયાન રાજેશ તલવાર પોતાનો તણાવ દૂર કરવા પાણી મિક્સ કર્યા વગર દારૂ પીતા રહ્યા અને સવાર થતા જ નોકરાની ભારતીના આવવાની રાહ જોવા લાગ્યા. તેઓ બંને અંદર બહારના તમામ દરવાજા બંધ કરી ચુક્યા હતા.

તપાસમાં મળેલ તથ્યોની માહિતી આપતા કોલે કહ્ય ઉ કે બીજી સવારે નોકરાણી ભારતીના આવતા નુપૂરે તેને હેમરાજ વિશે પુછ્યુ. દરવાજો બહારથી બંધ હતો. પછી બાલકનીમાંથી નુપુરની ચાવીને લઈને ભારતી સામે ફેંકી. ત્યારબાદ ભારતી ઘરમાં આવી તો તેને તલવાર દંપત્તિને રડતા જોયા. નુપુરે ભારતીને કહ્યુ કે જો હેમરાજ શુ કરી ગયો. નુપૂરની સાથે ભારતી આરુષિના રૂમમાં ગઈ અને ત્યાંનુ દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા.