ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , શનિવાર, 14 જૂન 2008 (09:27 IST)

આરૂષિ હત્યાકાંડમાં કૃષ્ણાની ધરપકડ

નવી દિલ્લી. આરૂષિ અને હેમરાજ હત્યાકાંડમાં નોએડાના ડેંટિસ્ટ રાજેશ તલવારની ધરપકડના ત્રણ અઠવાડિયા બાદ સીબીઆઈએ શુક્રવારે તેમના કમ્પાઉંડર કૃષ્ણાની પણ ધરપકડ કરી લીધી છે. કૃષ્ણાની અપરાધિક કાર્યમાં હાજર રહેવાના આરોપમાં ધરપકડ કરાઈ છે.

કૃષ્ણાને તેની પર કરવામાં આવેલ બધા જ ફોરેસિક અને વૈજ્ઞાનિક પરીક્ષણના આધાર પર ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ તેવું જણાવ્યું કે કૃષ્ણાની હત્યાકાંડના મામલે ધરપકડ કરાઈ છે પરંતુ તેમની પાસે તે સવાલનો જવાબ ન હતો કે તેની પર કયા આરોપો છે.

કમ્પાઉંડર કૃષ્ણાની ભત્રીજી સુનિતાએ દાવો કર્યો છે કે આરૂષિ અને હેમરાજની જે રાત્રે હત્યા કરવામાં તે રાત્રે કૃષ્ણા ઘર પર જ હતો. તેણે તે વાત પર પણ સવાલ ઉભો કર્યો છે કે સીબીઆઈએ રાજેશ તલવાર અને તેની પત્નીનો નાર્કો ટેસ્ટ કેમ નથી કરાવ્યો

કૃષ્ણાને આવતીકાલે સપના મિશ્રાની વિશેષ અદાલતની અંદર રજુ કરવામાં આવશે. ત્યાં સીબીઆઈ કૃષ્ણાને આગળની વધું પુછપરછ માટે હિરાસતમાં લેવાની માંગ કરશે.