શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 5 મે 2010 (15:08 IST)

આરોપીની મંજૂરી વગર નાર્કો ટેસ્ટ નહીં

ND
N.D
સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવતા કહ્યું છે કે, આરોપીની મંજૂરી વગર તેનો નાર્કો ટેસ્ટ ન કરાવી શકાય. કોર્ટે બ્રેન મેપિંગ, પોલીગ્રાફી ટેસ્ટને પણ આ શ્રેણીમાં માન્યો. કોર્ટે કહ્યું છે કે, આરોપી ઈચ્છે તો આ ટેસ્ટ કરાવી શકાય છે પરંતુ તેનાથી પ્રાપ્ત માહિતીને પૂરાવાનો આધાર ન માની શકાય. કોર્ટે આ નિર્ણય એ તમામ અરજીઓ પર એક સાથે સુનાવણી કરત સંભળાવ્યો જેમાં તેના ટેસ્ટ કરાવવામાં આવવા પર આરોપીઓએ અંકૂશની અપીલ કરી હતી.

ચીફ જસ્ટીસ કે. જી બાલાકૃષ્ણન, ન્યાયાધીશ જે.એમ પંચાલ અને બી.એસ.ચૌહાણની ખંડપીઠે પોતાના એતિહાસિક નિર્ણયમાં કહ્યું કે, આરોપીને સહમતિ વગર નાર્કો ટેસ્ટ, બ્રેન મૈપિંગ અથવા પોલીગ્રાફી ટેસ્ટ ન કરાવી શકાય. ખંડપીઠ તરફથી બાલકૃષ્ણને ચૂકાદો સંભળાવતા કહ્યું કે, કોઈ આરોપીનો જબરન નાર્કો ટેસ્ટ તેના માનવાધિકારો અને તેના અંગત અધિકારોનું ઉલ્લંઘન છે.