બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2013 (15:56 IST)

આસારામ જ નહી તેમના કપૂત નારાયણ સાંઈ વિશે જાણશો તો ચોંકી જશો !!

બાપ નંબરી બેટા દસ નંબરી

P.R
એક કહેવત છે કે 'વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા' કંઈક આવા જ છે આસારામના કપૂત નારાયણ સાંઈ, જેણે એક છુટાછેડા લીધેલ યુવતીનુ લગ્ન દગાપૂર્વક એક એવા માણસ સાથે કરાવ્યુ જેના જમીન પર તેની ઐયાશીનો જમાવડો હતો.

યુવતીને નારાયણ સાંઈને બોલવા કે સાંભળવાની તક જ ન આપી. થોડા જ દિવસોમાં યુવતીને સમજાય ગયુ કે તેની સાથે એ માણસે દગો કર્યો છે જેને તે ઈશ્વર સમજતી હતી. એટલુ જ નહી જ્યારે એ યુવતી નરાયણ સાઈ પાસે ફરિયાદ લઈને ગઈ કે તેમણે જે માણસ સાથે લગ્ન કરાવ્યુ તે છુટાછેડાવાળો નથી તો નારાયણ સાંઈએ એ જાણવા છતા કે એ યુવતી ગર્ભવતી છે તેની સાથે અશ્લીલ હરકત કરી અને યુવતીને ગર્ભપાત કરાવવાની અને જીવથી મારવાની ધમકી આપી.

પીડિતાનો વાંક એટલો જ કે તે સુંદર હતી અને નારાયણ સાંઈની ગંદી નજર તેના પર હતી. અહી જ શરૂ થયા તેના મુસીબતના દિવસો. એક છુટાછેડા લીધેલ યુવતી જેનો સમગ્ર પરિવાર બાપૂ અને નારાયણને ભગવાનની જેમ માનતો હતો, ઈન્દોરમાં આસારામના આશ્રમની પાસે તેઓ રહેતા હતા. 10 ડિસેમ્બર 2004ના રોજ નારાયણ સાઈના નિકટસ્થ ઈશ્વર વાઘવાનીને પોતાની કુટિયામાં બોલાવ્યા, સાથે એ યુવતીને પણ બોલાવી. બપોરે બે વાગ્યે ઈશ્વરને પોતાનો ભક્ત તરીકે ઓળખાવતા સાંઈએ યુવતીનુ લગ્ન તેની સાથે કરાવી દીધુ. આ લગ્નમાં ફક્ત ઈશ્વરની ફેમિલી હતી પણ યુવતીના ઘરેથી કોઈ નહોતુ. નારાયણ સાંઈએ કહ્યુ કે આ મારો નહી ઈશ્વરનો આદેશ છે. પછી તેમણે યુવતીના પિતાને ફોન પર જણાવ્યુ કે મે તમારી પુત્રીના લગ્ન કરાવી દીધા છે. તે પોતાના સાસરિયે જઈ રહી છે, તેને આશીર્વાદ આપજો. ઈગ્લીંશ બોલનારી ભણેલી યુવતી આ દગાથી અજાણ હતી. બે મહિના બાદ તે ગર્ભવતી થઈ ત્યારે તેને સમજાયુ તેની સાથે દગો થયો છે. તેને જાણ થઈ કે તેણે જેની સાથે લગ્ન કર્યુ તેની પ્રથમ પત્ની છે અને તેના છુટાછેડા થયા નથી. તેને ગર્ભપાત કરાવવાની ધમકી મળી. મહિલાએ ના પાડી તો તેને હેરાન કરવામાં આવી તેથી તે ભાગીને પિયર આવતી રહી.

29 જાન્યુઆરીના રોજ નારાયણ સાંઈ પોતાનો જન્મદિવસ ઉજવવા ઈન્દોરના મહુમાં પ્રવચન માટે આવ્યા તો પીડિત મહિલાએ વિચાર્યુ કે નારાયણ સાંઈન જ પુછુ કે તેમણે મારી જીંદગી કેમ બગાડી, આવુ વિચારીને મહિલા મહુ પહોંચી તો નારાયણ સાંઈએ તેને પોતાના રૂમમાં બોલાવી અને તે કંઈ બોલે તે પહેલા તેની સાથે અશ્લીલ હરકત કરી. આ ઘટના પછી મહિલાનો ઈશ્વર પરથી વિશ્વાસ ઉઠી ગયો. તમામ મુસીબતોનો સામનો કરી તેણે એક પુત્રને જન્મ આપ્યો. ત્યારબાદ તેણે પોતાના પુત્રને બાપનુ નામ અપાવવા કોર્ટમાં ધક્કા ખાધા પણ શ્રીમંત ઈશ્વર વાધવાણીએ વકીલો ખરીદી લીધા.

હાલ જ્યારે છાપાઓમા આસારામ વિરુદ્ધ છપાયુ ત્યારે એ યુવતીને ફરી હિમંત મળી. તેણે તમામ ધમકિયોને બાજુ પર મુકી એસપી અનિલ કુશવાહના ઓફિસમાં ફરિયાદ કરી, પણ તેને નિરાશા મળી.

હવે તે ફરી નારાયણ સાંઈ અને તેના ખાસ મિત્ર ઈશ્વર વાધવાની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરવા જઈ રહી છે. એ આશા સાથે કે તેના પુત્રને બાપનુ નામ મળે અને નારાયણ સાંઈને તેના પાપની સજા મળે.