ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ભોપાલ/જોઘપુર. , શનિવાર, 31 ઑગસ્ટ 2013 (15:25 IST)

આસારામ બાપૂના સમર્થકો દ્વારા મીડિયા પર હુમલો, આશ્રમ સીલ થઈ શકે છે

P.R
એક બાજુ આસારામ બાપૂ ધરપકડથી બચવા માટે આમ તેમ ભાગી રહ્યા છે, તો બીજી બાજુ તેમના સમર્થકોએ આક્રમક વલણ અપનાવ્યુ છે. આસારામ બાપૂના સમર્થક મોટી સંખ્યામાં જોઘપુરમાં આશ્રમની બહાર એકત્ર થવા માડ્યા છે. પોલીસ લોકોને ત્યાં એકત્ર થવાથી રોકી રહી છે. જોઘપુરની સીમા સીલ કરવામાં આવી છે અને આસારામનો આશ્રમ પણ સીલ કરવામાં આવી શકે છે.

શનિવારે સવારે જોઘપુરમાં આશ્રમની બહાર આસારામના સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો. પોલીસે આ મુદ્દામાં છ લોકોની ધરપકડ કરી લીધી છે. આસારામના સમર્થકોએ જોધપુર આશ્રમની બહાર કવરેજ કરી રહેલ ન્યૂઝ ચેનલના પત્રકારો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. એક મીડિયા કર્મચારીના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. ગુસ્સામાં સમર્થકોએ તેમનો કેમેરા વગેરે પણ તોડી નાખ્યા. આસારામના સમર્થક એ વાતથી લઈને નારાજ હતા કે મીડિયા તેમને એક દોષીની જેમ રજૂ કરી રહી છે. સમર્થક આ વાતને લઈને પણ નારાજ હતા કે આસારામ બાપૂને ફક્ત આસારામ કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે.

આસારામના ઈન્દોર સ્થિત આશ્રમની બહાર પણ તેમના સમર્થકની ભીડ એકત્ર થઈ ગઈ. ત્યા પણ પોલીસની ખૂબ ભીડ એકત્ર રહી. એવુ કહેવાય રહ્યુ છે કે શુક્રવારે ભોપાલથી ભાગીને આસારામ ઈન્દોર પહોંચ્યા હતા. પરંતુ ઈન્દોર પોલીસ આ વાતને નકારી રહી છે.