શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 26 ઑક્ટોબર 2013 (12:32 IST)

આસારામની દિવાળી બગડી, 6 નવેમ્બર સુધી જેલમાં રહેશે

PTI
કિશોરી યુવતી સાથે યૌન શોષણ બાબતે જોધપુર જેલમાં બંધ આસારામ અને ચાર અન્યની ન્યાયિક ધરપકડ 6 નવેમ્બર સુધી આગળ વધારી છે. મતલબ હવે એ પાકુ છે કે આસારામને 6 નવેમ્બર સુધી જેલમાં જ રહેવુ પડશે અને તેમની દિવાળી જેલમાં કાઢશે. શુક્રવારે તેમના વિરુદ્ધ આરોપપત્ર નોંધવા માટે એક દિવસ વધુ સમયની માંગ કરી હતી, જ્યારબાદ સત્ર કોર્ટમાં તેમની ધરપકડની એક દિવસ માટે સમય આગળ વધારી દીધો હતો. પણ જ્યારે શનિવારના રોજ સુનાવણી થઈ ત્યારે પણ ચાર્જશીટ રજૂ નથી થઈ શકી. તપાસ અધિકારી ચાર્જશીટ નોંધવા માટે વધુ સમયની માંગ કરી રહ્યા છે. હવે જોધપુર પોલીસે કોર્ટને કહ્યુ છે કે તેઓ 6 નવેમ્બરના રોજ આસારામ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરશે.

યૌન શોષણ બાબતે જોધપુર પોલીસે પોતાની ચાર્જશીટમાં આસારામ સહિત પાંચ લોકોને આરોપી બનાવ્યા છે. એવુ કહેવાય છે કે પોલીસ પાસે આસારામ વિરુદ્ધ પૂરતા પુરાવા છે અને તેમણે કેસને ઘણો મજબૂત બનાવી રાખ્યો છે. તેથી આસારામ દ્વારા વારંવાર અપીલ કરવા છતા તેમને રાહત નથી મળી રહી.

પોલીસે કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં આસારામ ઉપરાંત છાત્રાવાસ નિદેશક શરદ, વોર્ડન શિલ્પી ઉર્ફ સંચિતા ગુપ્તા, સેવાદાર પ્રકાશ અને રસોઈયો પ્રકાશને ચાર્જશીટમાં આરોપી બનાવ્યા છે. આસારામને મુખ્ય આરોપી જ્યારે કે અન્ય લોકોને ષડયંત્રમાં સહ આરોપી માન્યા છે. આસારામ મુખ્ય આરોપી અને અન્ય લોકો ષડયંત્ર હેઠળ આરોપી મનાયા છે.