શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 મે 2014 (16:04 IST)

ઇચ્છા છે કે હું તેમને દિલ્હીમાં રાજતિલક કરું - નરેન્દ્ર મોદીનાં બહેન

દેશ અને દુનિયા જેમને ભારતના ભાવિ વડા પ્રધાન તરીકે જોવા આતુર છે તે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનાં નાનાં બહેન વસંતી મોદી મોટા ભાઈને રાજતિલક કરવા આતુર બન્યાં છે અને એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે મારો ભાઈ વડા પ્રધાન બનશે અને હું તેમને રાખડી બાંધવા દિલ્હી જઈશ.

ગુજરાતની એક ગુજરાતી ચૅનલને આપેલી મુલાકાતમાં વસંતીબહેને કહ્યું હતું કે ‘મારા ભાઈ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પહેલી વાર રાજતિલક મેં કર્યું હતું એટલે હવે મને ઇચ્છા છે કે હું તેમને દિલ્હીમાં રાજતિલક કરું. ભાઈએ ગુજરાતમાં કામ કર્યું છે અને બધાએ એ અનુભવ્યું છે. મારા ભાઈને ભગવાન શક્તિ આપે, દેશનું કામ કરે અને ભાઈ દરેકને સરખો ન્યાય આપે.’

વસંતીબહેને વિશ્વાસ વ્યક્ત કરતાં આશાવાદ સાથે કહ્યું હતું કે ‘મારો ભાઈ વડા પ્રધાન બનશે અને તેમને રાખડી બાંધવા હું દિલ્હી જઈશ. ગાંધીનગરમાં તેમને રાખડી બાંધવા હું જતી હતી.’

વસંતીબહેન ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણા પાસેના વીસનગરમાં રહે છે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા એ દિવસથી જ નાની બહેનને પોતાના મોટા ભાઈ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બની ગયા હોય એટલો આનંદ થયો છે.