ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (17:57 IST)

ઈંટરનેટ પર લોકો શોધી રહ્યા છે 'મોત' !!

ગૂગલ અને ઈંટરનેટે એક બાજુ તો દુનિયાને ખૂબ સરળ બનાવી દીધી છે. પણ ક્યાકને ક્યાક આ આભાસી માધ્યમ લોકોને મોતના મોઢામાં ધકેલી રહ્યુ છે. 
 
તાજેતરમાં જ કેટલાક એવા મામલા સામે આવ્યા છે જેમા કેટલાક લોકો ગૂગલમાં આત્મહત્યાની ટ્રિક શોધીને પોતાનો જીવ આપી દે છે. જો કે ગૂગલ એક એવુ માધ્યમ છેજે યૂઝરના સવાલોના જવાબ ફટાફટ આપે છે અને પલટીને સામે પ્રશ્ન પણ નથી પૂછતો કે તમે આ માહિતી કેમ માંગી રહ્યા છો. 
 
બેંગલુરુની ઈશાના ગૂગલ પર એ 48 કલાક - બેંગલુરૂમાં એક મહિલાએ એક ઉંચી બિલ્ડિંગથી કૂદીને પોતાનો જીવ આપી દીધો. તે પોતાની આત્મહત્યાની યોજના છેલ્લા 48 કલાકથી  બનાવી રહી હતી. ઈશા હાંડા નામની આ મહિલા વ્યવસાયથી ફેશન ડિઝાઈનર હતી. તેણે 13 માળની બિલ્ડિંગ પરથી કુદીને છલાંગ લગાવી પોતાનો જીવ આપી દીધો. 
 
પછી તપાસ કરવા આવેલ ફોરેંસિક વિશેષજ્ઞોએ ઘટનાસ્થળ પરથી ઈશાનો સ્માર્ટફોન જપ્ત કર્યો. જ્યારે તેમણે ફોનને સારી રીતે તપાસ્યો તો જાણ થઈ કે ઈશા છેલ્લા 2 દિવસથી પોતાના સ્માર્ટફોન પર આત્મહત્યાની રીત શોધી રહી હતી. આ દરમિયાન ઈશાએ 89 વેબસાઈટની વીઝિટ કરી હતી. 
 
29 ઓગસ્ટની રોજ સવારે ઈશાએ મોતની ટ્રીક શોધવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કર્યો. આ દરમિયાન તેને મોતની ટ્રીક જેમ કે ચાલતી ટ્રેન સામે કૂદી જવુ.. ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈ લેવો... ફાંસી લગાવી લેવી વગેરે જોયા. 
 
તપાસકરનારાઓએ જોયુ કે ઈશાએ આ દરમિયાન તેના પર રિસર્ચ પણ કર્યુ હતુ કે કંઈ ટ્રીકમાંથી બચવાની કેટલી તક છે. આ બધી રીતનો સરવાળો બાદબાકી કરીને ઈસાએ 13મા માળની ઉંચી બિલ્ડિંગ પરથી છલાંગ લગાવવાની યોજના બનાવી. 
 
13 વર્ષના કિશોરે સુસાઈડ નોટ વ્હાટ્સએપ પર નાખી.. દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ એક 13 વર્ષના કિશોરે ખુદને પંખામાં લટકાવીને ફાંસી લગાવી લીધી. 
 
આ કિશોરે પોતાની સુસાઈડ નોટ વ્હાટ્સએપ પર નાખી જેમા લખ્યુ છે.. હુ એવા સંસારમાં નથી રહેવા માંગતો જ્યા લોકો સગા સંબંધીઓથી વધુ પૈસાને મહત્વ આપે છે. આ કિશોરનુ નામ શાનૂ છે અને તે નવમા ધોરણનો વિદ્યાર્થી હતો. પોલીસે મોબાઈલ ફોન પરથી સુસાઈડ નોટ પ્રાપ્ત કરી લીધી છે. 
 
પોલીસે જણાવ્યુ એક શાનૂ પોતાના માતા-પિતાના સંબંધોને લઈને ખૂબ પરેશાન હતો. તેની મા દુબઈમાં રહે છે અને પિતાનો વ્યવસાય ફોટોગ્રાફરનો છે જે દિલ્હીમાં રહે છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર છે. 
 
ઈંટરનેટ અને વ્હાટ્સએપની દુનિયામાં લોકો જે રીતે ફસાતા જઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. હવે તેના પર સધન વિચારની જરૂર છે. જેથી સમાજ અને લોકો માટે મોતનુ કારણ બનતા જઈ રહેલ આ સાઈબર રાવણથી બચી શકાય.