શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 11 જૂન 2013 (16:54 IST)

ઈન્ટરનેટ ઉપર મફતમાં અશ્લિલ ફોટાની લાલચ આપી બ્લેકમેઈલ કરતો નવો પ્રોગ્રામ

P.R
ઈન્ટરનેટ ઉપર અશ્લિલ ચિત્રો મફત આપવાનું વચન આપતો એક નવો સ્પાયવેટ પ્રોગ્રામ છેવટે વાયરસ દૂર કરવાનો પ્રોગ્રામ ખરીદવાની ફરજ પાડી કોમ્પ્યુટર ધારકોને બ્લેકમેઈલ કરતો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

ઈન્ટરનેટ સર્ફીંગ કરનારાને મફત પોર્નસાઈટથી ઓફર કરી તેની જાણ બહાર વાયરસ પધરાવી તે દૂર કરવા મોટી રકમ મગાય છે

અમેરિકાની એક સિકયોરીટી કંપનીએ જણાવ્યા અનુસાર એક નવો સ્પાયવેર પ્રોગ્રામ પોતે જ પાસવર્ડ આપી દઈને કોમ્પ્યુટર ધારકને મફતમાં અશ્લિલ વેબસાઈટ જોવા લલચાવે છે અને પછી કોમ્પ્યુટર ધારકની જાણ બહાર તેમાં એન્ટીવાયરસ પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરી નાખે છે. ત્યારબાદ કોમ્પ્યુટરમાં વાયરસ હોવાની ચેતવણી આપી તેને દૂર કરવા માટેનો પ્રોગ્રામ ખરીદવો પડે છે.

સીકયુરીટી સંસ્થાએ કરેલી ભલામણ અનુસાર ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોએ મફતમાં કંઈક આપવાનું વચન આપતા પ્રોગ્રામથી સાવચેત રહેવું જોઈએ. ઈન્ટરનેટના ઉપયોગની સાથે સાથે તેને સંબંધીત છેતરપીંડી પણ વધી રહી છે. કંઈક વસ્તુ મફતમાં મેળવવાની લાલચમાં ફસાઈ જતાં લોકોને કોમ્પ્યુટરમાં થતાં નુકસાનની જાણ હોતી નથી.

નેટ ઉપર આવતી કેટલીક સીકયુરીટી એલર્ટ પણ પાસવર્ડ ચોરવાના હેતુથી અપાતી હોવાની ચેતવણી પણ આ નિષ્ણાતોએ આપી છે.