શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2013 (12:46 IST)

ઈન્ટરનેટ પર સૌથી મોટો સાયબર એટેક, એટેક બચવા શુ કરશો ?

P.R
ઇન્ટરનેટ પર સૌથી મોટો સાયબર એટેક થયો હોવાને કારણે દુનિયાભરમાં ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જ ઘટી ગઇ છે.આ સાયબર એટેક ઇન્ટરનેટ નેટવર્ક દ્વારા સ્પામ મેસેજને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવતી જિનીવા સ્થિત કંપની સ્પેમહાઉસ પર કરવામાં આવ્યો છે

સ્પેમહાઉસનાં જણાવ્યા મુજબ હોલેન્ડ સ્થિત વેબ હોસ્ટિંગ સાઇટ સાઇબર બંકરને સ્પામ લિસ્ટમાં મુકાયા બાદ આ સાયબર એટેક થયો છે. જ્યારે સાયબર બંકરનાં જણાવ્યા અનુસાર તેમની કંપનીને બદનામ કરવામાં આવી રહી છે. જો કે અત્યારસુધી સાયબર એટેક અંગે કોઇ આધારભૂત જાણકારી નથી મળી. પણ નિષ્ણાતો સાયબર બંકરને આ ઘટના માટે જવાબદાર માને છે.

હાલ તેની અસર જોવા મળી નથી. ઘણી બધી કંપનીઓ આ હુમલાથી બચવાની તૈયારીઓ કરી રહી છે. આઈટી એક્સપર્ટ ગૌરવ વ્યાસનુ આ ઈંટરનેટ હુમલા પર કહેવુ છે કે આ અટેક છેલ્લા એક અઠવાડિયાથી છે,પણ દુનિયા પર અસર છેલ્લા બે દિવસોથી જોવા મળી રહી છે. જે હજુ સુધી ચાલુ છે. આ અટેકનો પ્રભાવ ઓછો કરવા માટે ઘણી બધી ડીએનએસ સર્વર અને ગૂગલ જેવી કંપનીઓની મદદ મળી.