શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: તિરુઅનંતપુરમ , શનિવાર, 13 જૂન 2009 (10:38 IST)

ઈસરો હવે મિશન સમુદ્રની તૈયારીમાં

ચંદ્ર અભિયાનની સફળતાથી ઉત્સાહિત ઈસરો હવે પોતાના મિશન સમુદ્રની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. મહાસાગરીય દુનિયાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઈસરો જુલાઈ-ઓગસ્ટમાં ઓશન સેટ ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપિત કરવા જઈ રહ્યું છે.

ઈસરો પ્રમુખ જી. માધવન નાયરે શુક્રવારે અહીં જણાવ્યું કે સ્વદેશી ટેક્નિકથી બનેલા ઉપગ્રહ ઓશન સેટને જુલાઈ-ઓગસ્ટ સુધી પ્રક્ષેપણ યાન પીએસએલવી મારફત અવકાશમાં મોકલી દેવામાં આવશે.