બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 25 માર્ચ 2013 (14:39 IST)

એંજિન વગર 25 કિમી. સુધી દોડતી રહી ટ્રેન ....!!!

,
P.R
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ગૌહાટી એક્સપ્રેસ એંજિન અને ડ્રાઈવર વગર 25 કિલોમીટર સુધી દોડી, એ જ ટ્રેક પરથી બીજી ગાડી આવી રહી હતી. જેમા હજારો મુસાફરો સવાર હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બાડમેર યાર્ડના કેરેજ સ્ટાફે માલાની એક્સપ્રેસ રવાના થયા પછી સાંજે યાર્ડમાં ઊભેલી ગૌહાટી એક્સપ્રેસને એન્જિન લગાવ્યા વિના જ રિલીઝ કરી દીધી હતી. આ યાર્ડ ઊંચાઈ પર હોવાથી ટ્રેન વગર એન્જિને પણ 40/50 કિમીની ઝડપે પાટા પર દોડવા લાગી.

એ સમયે જો ઉત્તરલાઈ સ્ટેશને પોઈન્ટ બદલવામાં ન આવ્યો હોત તો આ ટ્રેન સામેથી આવનાર કાલકા એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ હોત. કાલકા એક્સપ્રેસમાં સેંકડો મુસાફરો સવાર હતા. આ પછી એન્જિન મોકલીને ગૌહાટી એક્સપ્રેસને બાડમેર સ્ટેશને પરત લાવવામાં આવી હતી.