શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 8 ડિસેમ્બર 2014 (12:24 IST)

એકવાર પહેલા પણ રેપ કેસમાં પકડાય ચુક્યો છે કૈબ ટેક્ષી ડ્રાઈવર

શુક્રવારની રાત્રે અહી એક મહિલાની સાથે કથિત રૂપે બળાત્કાર કરનારા 32 વર્ષીય કૈબ ચાલક એકવાર પહેલા પણ બળાત્કારના બાબતે જેલ જઈ ચુક્યા છે. અમેરિકી કંપની ઉબેર ટેક્સીએ જો આ ચાલકની પુષ્ઠભૂમિની પડતાલ અને પોલીસ તપાસ કરાવી હોત તો તેને કૈબ ચાલકનુ કામ ન સોંપવામાં આવતુ. 
 
ગઈકાલે તેને પોતાના ગૃહનગર મથુરામાંથી પકડવામાં આવ્યો. શિવકુમાર પહેલા પણ અપરાધી રહી ચુક્યો છે. આ વાત પોલીસ દ્વારા તેના અંગેની પૂછપરછ દરમિયાન સામે આવી છે. તેણે કથિત રૂપે પોલીસને જણાવ્યુ કે તે બળાત્કાર કેસમાં સાત મહિના માટે પહેલા પણ જેલ જઈ ચુક્યો છે. તેના વિરુદ્ધ આ કેસ 2011માં દક્ષિણી દિલ્હીના મહરૌલી વિસ્તારમાં નોંધાવવામાં આવ્યો હતો.  પોલીસ અધિકારીએ કહ્યુ . તેનો દાવો છે કે પછી તેને આ મામલે છોડી દેવામાં આવ્યો. અમે તેના દાવાઓની તપાસ કરી રહ્યા છે. 
 
યાદવને આજે કે સ્થાનીક કોર્ટમાં રજુ કરવામાં આવશે અને આગળની તપાસ અને પૂછપરછ માટે તેની રિમાંગ માંગવામાં આવશે. ઉત્તરપ્રદેશના મથુરાથી ધરપકડ કર્યા પછી તેને ગઈકાલે રાત્રે દિલ્હી લાવવામાંઅ અવ્યો હતો. દિલ્હી અને મથુરાનુ અંતર લગભગ 180 કિલોમીટર છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એનએસયુઆઈના સભ્યોને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના ઘરની બહાર આ મુદ્દે આજે સવારે પ્રદર્શન કર્યુ. 
 
હવે પ્રશ્ન એ છે કે શુ આ પ્રકારના આરોપીઓના દસ્તાવેજ ચેક કર્યા સિવાય જ તેમને નોકરીમાં રાખવામાં આવે છે. આ કંપની વિદેશી છે અને વિદેશી કંપનીઓ તો અનેક જાતના દસ્તાવેજોને ચેક કરે છે તો પછી આ વખતે કેમ કોઈ દસ્તાવેજો ચેક ન થયા ?