ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

'ઐશ્વર્યા'ને આશ્રયસ્થાન બનાવતાં અમરસિંહ

અમરસિંહે પોતાના બંગલાને 'ઐશ્વર્યા' નામ આપ્યું

IFMIFM

લખનઉ(એજન્સી) ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના સંભ્રાત વિસ્તારના મોમતીનગરમાં રહેતા અમરસિંહે પોતાના બંગલાને 'ઐશ્વર્યા' નામ આપ્યુ છે. અભિષેક મારા પુત્ર સમાન અને ઐશ્વર્યાને પુત્રવધુ માનુ છુ તેથી મેં આશ્રયસ્થાનનુ નામ પુત્રવધુના નામે આપ્યુ છે તેવુ અમરસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

ઉત્તરપ્રદેશમાં હાલ ઐશ્વર્યા નામની વ્યાપકતા વધી છે તેનુ પ્રમાણ તાજેતરમાં મળેલા અહેવાલો પરથી જાણી શકાય છે. હાલ, પ્રદેશમાં ઐશ્વર્યા મહાવિધાલયની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે અમરસિંહે પણ પોતાના બંગલાનુ નામ ઐશ્વર્યા આપી દીધુ હતુ. સંજોગોવસાત અમરસિંહના આ અભિગમની જાણ ગઈકાલે જ થઈ હતી.

અમિતાભ બચ્ચન પોતાની પુત્રવધુના નામે શરૂ થનારી વિશ્વ વિધાલયના શિલાન્યાસ માટે ત્યાં આવ્યા હતા અને તેમણે અમરસિંહના ઘરે રોકાવાનો નિર્ણય લીધો હતો. તે સમયે અમિતાભ સાથે પત્રકારો પણ તેમના ઘરે જઈ ચડ્યા હતા તે વખતે આ વાતનો ઘટસ્ફોટ થયો હતો.

અમરસિંહે પોતાના લાક્ષણીક અંદાજમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યુ હતુ કે, અભિષેક મારા પુત્ર સમાન છે અને તેથી ઐશ્વર્યા મારી પુત્રવધુ થાય. અને પુત્રવધુનુ નામ પોતાના બંગલાને આપવુ તેમાં કશુ ખોટુ નથી. અલબત્ત, આ બંગલો હું પુત્રવધુને ભેંટમાં આપુ તો પણ નવાઈ નહીં તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. ઐશ્વર્યા એ મહાલક્ષ્મીનુ અન્ય નામ છે તેવુ તેમણે કટાક્ષમાં જણાવ્યુ હતુ.