શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ભુવનેશ્વર , મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (12:54 IST)

કંધમાલમાં સંઘર્ષ ચાલુઃ 10 ઘાયલ

ઓરીસ્સાનાં કંધમાલમાં ફરી તોફાન શરૂ થઈ ગયા છે. ગઈકાલ સાંજથી શરૂ થયેલ તોફાનોમાં દસથી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે ગુસ્સાહિત ભીડે 100થી વધુ મકાનોને આગ લગાવી બાળી નાંખ્યા છે. તો કેટલાંક સ્થળોએ સીરીયલ બ્લાસ્ટ થયો હોવાના સમાચાર પણ મળ્યાં છે.

પોલીસનાં જણાવ્યા મુજબ બાલીગુડા શહેરનાં મહાસાંઈ ગામમાં સાંજે સાત વાગે ઓછી તીવ્રતાનો બોમ્બ ફુટ્યો હતો. પ્રથમ વિસ્ફોટ થતાં અસરગ્રસ્ત કેમ્પની તમામ છત ઉડી ગઈ હતી. જેથી લોકોએ જાન બચાવવા દોડાદોડ શરૂ કરી હતી.

તો એક ગામમાં એક ટોળાએ કરેલાં હુમલામાં દસ લોકો ઘાયલ થયાં હતાં. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સશસ્ત્ર ઉગ્રવાદીઓએ ઉદયગીરી પોલીસ સ્ટેશન વિસ્તારનાં રૂદંગિયા ગામમાં પ્રવેશ કરીને ગ્રામીણ લોકો પર હુમલો કર્યો હતો.

જો કે હાલ પોલીસ ફોર્સ ઘટનાસ્થળ પહોચી ગઈ છે. અને સ્થિતિ નિયંત્રણમાં છે. આ સાથે રાજ્યાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકની હાજરીમાં જ ફરી શરૂ થયેલ હિંસાએ સુરક્ષા અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. ઉપરાંત આ સંઘર્ષમાં ખાનગી ગોળીબાર થયો હોવાની વાત પણ બહાર આવી છે.