ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બેંગલૂરૂ , મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (12:52 IST)

કર્ણાટકમાં ભાજપ બહુમતિ તરફ

ઉપચુંટણીમાં ભાજપ આગળ

કર્ણાટકમાં આઠ વિધાનસભા ક્ષેત્રોમાં ગત 27 ડિસેમ્બરનાં રોજ યોજાયેલ ઉપચુંટણીમાં બે બેઠક જીતીને તેમજ ચાર બેઠક પર આગળ ભાજપ વિધાનસભામાં બહુમતિ તરફ આગળ વધી રહી છે. 224 બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપ સ્પષ્ટ બહુમતિ હાંસલ કરી લે તેવી સંભાવના છે.

રાજ્યનાં હુક્કેરી, અરાભવી, મધુગિરી, ડોડ્ડાબલ્લાપુર, કોરટીગિરિ, કરવાર, દેવદુર્ગા અને માડ્ડુર વિધાનસભામાં 27 ડિસેમ્બરનાં રોજ ઉપચુંટણી યોજાઈ હતી. જેની મંગળવારે મતગણતરી શરૂ થઈ હતી.

જેમાં રાજ્યનાં મંત્રી બાલચંદ્ર જારકિહોલી અરાભાવી બેઠક પર 31 હજાર વોટથી વિજય હાંસલ કર્યો છે. તેમજ તો અન્ય એક મંત્રી ઉમેશ કટ્ટી હુક્કેરી બેઠક પર 14 હજાર વોટથી વિજય હાંસલ કર્યો છે.

તો ભાજપનાં અન્ય ઉમેદવાર પણ આગળ ચાલી રહ્યાં છે. જ્યારે બે સ્થાનો પર જેડીએસનાં ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. આ વર્ષે મે મહિનામાં યોજાયેલ ચુંટણીમાં ભાજપે 110 સીટ મેળવીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે સાધારણ બહુમતથી ત્રણ સીટ પાછળ હતી. જો કે છ અપક્ષોનાં ટેકાથી ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી. તો કોંગ્રેસને 80 અને જેડીએસને 28 સીટો મળી હતી.