ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઈ , સોમવાર, 30 નવેમ્બર 2009 (17:52 IST)

કસાબના વકીલ કાઝમીને હટાવાયા

26/11 મુંબઇ આતંકવાદી હુમલાના આરોપી અજમલ કસાબના વકીલ અબ્બાસ કાઝમીને આજે વિશેષ અદાલતે હટાવી દીધા છે. કાઝમી હવે કસાબનો કેસ નહી લડી શકે. કસાબનો કેસ હવે નવા વકીલની નિમણૂંક થાય ત્યા સુધી મોકુફ રહેશે.

કસાબના વકીલ અબ્બાસ કાઝમી પર આરોપ હતો કે તે અદાલતને ગુમરાહ કરી રહ્યા છે. તેઓ કોર્ટ સમક્ષ ખોટુ બોલ્યા હતાં અને કોર્ટની કાર્યવાહીમાં પણ પૂરતો સહયોગ આપતા ન હતાં જેને ગંભીરતાથી લઈને આજે મુંબઈની વિશેષ કોર્ટે કાઝમીને કસાબના કેસ માંથી હટાવી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, કસાબની ભૂતપૂર્વ વકીલ અંજલી વાઘમારે બાદ સરકારે વકીલ તરીકે અબ્બાસ કાઝમીની નિમણૂંક કરી હતી. જો કે કાઝમીએ અદાલતમાં તેમના જુઠ્ઠાણા બદલ શુક્રવારે માફી પણ માંગી હતી પરંતુ તેમની નફ્ફટાઇને પગલે વિશેષ અદાલતે આ નિર્ણય લીધો છે.