શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

કસાબનું જીવતા પકડાવવું એ 26/11 મિશનની ચૂક - અબુ જિંદાલ

P.R
તાજેતરમાં જ દિલ્હીની પોલીના હાથે પકડાયેલા આતંકવાદી અબુ જિંદાલની કબુલાતોને જો સાચી માનવામાં આવે તો આતંકી હુમલામાં આતંકવાદીઓ કરતા તો તેમના હેન્ડલર્સનો રોલ વધારે મહત્વનો રહેતો હતો. લશ્કર તેમની અલગ ખેપ તૈયાર કરતું જે મિશન અનુસાર આતંકવાદીઓ તૈયાર કરે છે. જિંદાલ પુછપરછમાં કબુલ્યું હતું કે મુંબઈ પર હુમલા માટે 2002થી જ તૈયારી ચાલુ કરી દેવાઈ હતી. હુમલા માટે તૈયાર આતંકવાદીઓને મિશન બાદ જીવતા નહોતું રહેવાનું. કસાબનું જીવતું પકડાવવું મિશનની ચૂક હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર જિંદાલે જણાવ્યું છે કે લશ્કરે 9 હેન્ડલરોને ભારત પર હુમલો કરવાની જવાબદારી સોંપી હતી.

અંદરોઅંદરની વાતચીતમાં ભારત પર હુમલાને મિશન ઈન્ડિયા કહેવાતું હતું. દરેક આતંકવાદી અલગ-અલગ કામમાં વહેચાયેલો હતો. હેન્ડલર, જેના ઈશારા પર આતંકી પોતાનો જીવ પણ આપી શકે તેમ હતો. લશ્કરે આ 9 આતંકવાદીઓને હથિયારોની ટ્રેનિંગથી લઈને આતંકવાદીઓની ભરતી અને તેમના રહેવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. કારણકે તમામ ભારત પર હુમલાની કોશીશ કરી રહ્યા હતા માટે તેમનો ખાસ ખ્યાલ પણ રાખવામાં આવતો હતો.

અબૂ જિંદાલના જણાવ્યા અનુસાર ભારતમાં હુમલાને અંજામ આપવા માટે બનેલા નવ હેન્ડલરોના ગ્રુપનું નામ મુજ્જમિલ ફોર ઈન્ડિયા હતું. તેનો પ્રમુખ યુસુફ નામનો એક આતંકવાદી હતો. યુસુફના હાથ નીચે ઈબ્રાહિમ અલી અને અબ્દુલ અજીજ નામના શખ્સ આવતા હતા.

ઈબ્રાહિમનું કામ સાઉદી અરબમાં આતંકવાદીઓના રહેવાની વ્યવસ્થા કરવાનું હતું. જ્યારે અબ્દુલ અજીજ ઉર્ફે વલી ભરતી અને ટ્રેનિંગનું કામ જોતો હતો. અબ્દુલ અજીજ બાંગ્લાદેશ માટે અબુ યાહા નામના આંતકવાદીની ભર્તી કરી હતી જ્યારે ભારત માટે અબુ જિન્દાલ ઉપરાંત અબુ કાફા, અબ્દુલ રિયાઝ, અબુ અનસ અને અબુ આદિલ નામના શખ્સ હતા.

હુમલા માટે બનાવાયેલા નવ હેન્ડલરોના ગ્રુપમાં બધાનું કામ વહેંચાયેલું હતું. દરેકને તે જ કામ કરવાનું હતું જે તેમને સોંપવામાં આવ્યું હતું પરંતુ પોતાની જાણકારી અને કાર્યકુશળતાને કારણે અબૂ જિંદાલ લશ્કરના આકાઓનો સૌથી પ્રિય બની ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકની ટ્રેનિંગના શરૂઆતના દિવસોમાં અબુ જિંદાલનું કામ પાસપોર્ટ અને દસ્તાવેજ તૈયાર કરવાનું હતું.

અબુ કાફા ચીફ હેન્ડલર યુસુફનો અંગત સચિવ હતો. તે આઈઈડી બનાવવામાં માહેર હતો. અબ્દુલ રિયાઝને મીડિયા રૂમનો ઈન્ચાર્જ બનાવાયેલો, જ્યારે અબુ અનસને ફાઈનાન્સનો તેમજ અબૂ આદિલને સેફ હાઉસનો ઈન્ચાર્જ બનાવાયેલો.

ભારતમાં હુમલા માટે બનેલા આ ગ્રુપને પહેલા એમ કહેવાયું હતું કે મુંબઈ હુમલામાં સામેલ થનારા આતંકવાદીઓમાંથી કોઈ બચવું ન જોઈએ. માટે જ બીજા હુમલા માટે અલગ આતંકવાદી તૈયાર કરવામાં આવેલા. મુંબઈ હુમલાના સમયે 4 હેન્ડલર કરાચી કંટ્રોલરૂમમાં મોજૂદ હતા. કંટ્રોલ રૂમનું કામ ખુદ અબુ આદિલ સંભાળી રહ્યો હતો. તે પણ હાફિઝ સઈદ સાથે મળીને કસાબ અને તેના સાથીઓને ફોન પર નિર્દેશ આપી રહ્યો હતો.

અબુ જિંદાલ પાસેથી ભારતની તપાસ એજન્સીઓને એવા પુરાવા મળી રહ્યા છે જેના દરેક ખુલાસા સાથે પાકિસ્તાનની મુશ્કેલી વધી રહી છે.