શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કાનપુર , બુધવાર, 27 ઑગસ્ટ 2008 (17:17 IST)

કાનપુર હોસ્ટેલમાં બ્લાસ્ટ બાદ રાજનીતિ શરૂ

કોંગ્રેસ સીબીઆઈ તપાસની માંગ કરી

જન્માષ્ટમીનાં દિવસે કાનપુર શહેરમાં આવેલી એક હોસ્ટેલમાં થયેલા બ્લાસ્ટ માં બજરંગ દળનાં કાર્યકર્તાઓનું નામ બહાર આવતાં રાજનીતિ ગરમ થવા લાગી છે. કોંગ્રેસ આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે.

કોંગ્રેસનાં જિલ્લા અધ્યક્ષ મહેશ દિક્ષિતે પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની ફરજ છે કે આ મુદ્દે સીબીઆઈને તપાસ સોંપે. તેમણે કહ્યું હતું કે જન્માષ્ટમીનાં દિવસે થયેલા એક ઘરમાં થયેલા બ્લાસ્ટમાં બજરંગ દળનાં બે કાર્યકર્તાઓનાં મોત થયા હતા. અને, મોટા પ્રમાણમાં તબાહી મચાવી શકાય તેટલાં પ્રમાણમાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતાં. જેનાથી શહેરમાં મોટાપ્રમાણમાં તબાહી મચાવી શકાય તેમ હતી.

દિક્ષિતે રાજ્ય સરકારનાં મૌનની ટીકા કરી જણાવ્યું હતું કે બજરંગદળનાં રાષ્ટ્રીય નેતાઓ ખુદ માને છે કે મૃત્યુ પામેલા બન્ને બજરંગદળનાં સક્રિય સભ્ય રહી ચુક્યાં છે. તેમજ ભૂપેન્દ્રસિંહ તો આઠ વર્ષ પહેલાં નગર સંયોજક રહી ચુક્યો છે. તેમજ બ્લાસ્ટમાં ભૂપેન્દ્ર અને તેનાં મિત્ર રાજીવ મિશ્રાનાં ચીથરેચીથરા ઉડી ગયા હતા. 24 ઓગસ્ટનાં રોજ થયેલા બ્લાસ્ટ બાદ પોલીસને મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી અને ટાઈમર ડીવાઈસ મળી આવ્યા હતાં. આ સાથે ભૂપેન્દ્રસિંહની ટેલીફોન ડાયરીમાંથી કેટલાંક નંબર મળી આવ્યા છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.