ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , શનિવાર, 31 જુલાઈ 2010 (12:26 IST)

કાશ્મીરની હાલત પર કોંગ્રેસ ચિંતિત

કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને તેનો સામનો કરવા રાજ્ય સરકારે લીધેલા પગલાથી કોંગેસ પાર્ટી ખૂબ ચિંતિત છે. જમ્મુ-કાશ્મીર સરકારમાં જોડાયેલ કોંગ્રેસનુ માનવુ છે કે અલગાવવાદી પોતાના મનનુ જ કરી રહ્યા છે.

કોંગ્રેસન એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે ઉમર અબ્દુલ્લા સરકાર અલગાવવાદી હુર્રિયત કોંફરંસની તરફથી પોતાનો પ્રભાવ વધારવા માટે રમાય રહેલી રમત સામે એક મૂક દર્શક બની ગઈ લાગે છે.

નેતાએ કહ્યુ કે આ ઘણી અજબની વાત છે કે દુકાનદારની સાથે સાથે સરકારી કર્મચારી પણ હુર્રિયતની તરફથી લાવવામાં આવેલ કેલેંડરનુ પાલન કરી રહ્યા છે, જેમાંથી અઠવાડિયાના સાત દિવસમાં માત્ર ત્રણ કાર્ય દિવસ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘીએ વરિષ્ઠ નેતાઓની સાથે એક બેઠકમાં રાજ્યની હાલતની સમીક્ષા કરી હતી.