મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શ્રીનગર , રવિવાર, 7 સપ્ટેમ્બર 2008 (15:08 IST)

કાશ્મીરમાં હિંસા ભડકી, 1નું મોત

કાશ્મીર ઘાટીમાં સુરક્ષાબળો અને પ્રદર્શનકારો વચ્ચે થયેલી ઝપાઝપી બાદ એકાએક હિંસા ભડકી ઉઠી હતી. જેને કાબુમાં લેવા માટે પોલીસે કરેલા ફાયરીંગમાં એકનું મોત થયું હતું. જેને પગલે ફરી એક વાતાવરણ તંગ બન્યું છે.

અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ શ્રીનગર પોલીસે પથ્થરમારો કરી રહેલી ભીડને વિખેરી નાંખવા માટે અશ્રુગેસ છોડ્યો હતો અને લાઠી ચાર્જ કર્યો હતો. જોકે સ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે પોલીસે કરેલા ફાયરીંગમાં ગોળી વાગતાં એક યુવકનું મોત નીપજ્યું હતું.

જેને પગલે પ્રદર્શનકારોમાં ભારે કચવાટ પ્રસર્યો હતો અને સ્થિતિ કેટલેક અંશે સ્ફટકો બનવા પામી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અહીં મોટી સંખ્યામાં સી.આર,પી.એફના જવાનોને તૈનાત કરાયા છે.