બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2016 (11:06 IST)

કેજરીવાલના માથા પર ફૂલોનો તાજ, ટ્વિટર પર ઉડી મજાક

ફૂલોનો તાજ પહેરેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ફોટોને લઈને ટ્વિટર પર અનેક લોકો મજેદાર ટ્વીટ કરી રહ્યા છે. કેજરીવાલે ગોવામાં પોતાના માથા પર ફૂલોનો તાજ પહેર્યો. ગોવામાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. જ્યા આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. 
અનેક લોકો કેજરીવાલની ફોટો પર મજાક કરી રહ્યા છે તો કેટલાક તેમનો બચાવ પણ કરી રહ્યા છે. 
 
એક ટ્વિટર હૈડલ @IdeaofEmergencyએ લખ્યુ, "કેજરીવાલે અનેક નૌટંકી ડ્રામા માટે આ વેશ બનાવ્યો છે. જ્યા તેઓ મોદી દ્વારા કચડાયેલ ફુલોની ભૂમિકા ભજવી રહ્યા છે.
 
ગબરુ ટિપ્લરે  ‏@MrTipplerથી ટ્વીટ કર્યુ, "રિપોર્ટર : તમને ફૂલથી એલર્જી તો નથી. કેજરીવાલ : હ.મ્મ્મ........... રિપોર્ટર : સર આ સવાલ ફૂલ માટે હતો. 
અભિષેક મેનને કેજરીવાલની ફોટો સાથે ટ્વીટ કર્યુ, "ફૂલ મંત્રી"
 
રાકેશે @rakutiwary ટ્વીટ કર્યુ કે "આસા રામ બાપૂ પછી ભારતને નવો બાબો મળી ગયો છે." 
 
માઘવન નારાયણે @madversityથી ટવીટ કર્યુ, "ડઝનો લોકો કેજરીવાલની આલોચના કરીને પોતાનુ કેરિયર બનાવી રહય છે.  ખબર નહી તેમને મળેલી નોકરીઓ પણ શુ ડિઝિટલ ઈંડિયામાં મળેલ નોકરીઓમાં ગણાશે કે નહી ?"
 
તવલીન સિંહે લખ્યુ, 'માથા પર ફૂલો સાથે કેજરીવાલ ખૂબ જ સારા લાગી રહ્યા છે." 
 
બોર્ડ હર્મિટ @anushree_das થી ટ્વીટ કર્યુ, "શુ મને કોઈ બતાવી શકે છે કે કેજરીવાલે કેમ ફૂલોનો હાર પહેરેલ છે."
 
બીજી બાજુ કેજરીવાલનો બચાવ કરતા ટ્વિટર હૈંડલ @padhalikhaથી લખ્યુ, "કેજરીવાલે ફૂલોનો તાજ પહેરીને ગોવાના રીતિ રિવાજોનુ સન્માન કર્યુ છે. રીતિ રિવાજોનુ સન્માન કરવા માટે ફક્ત લૂઝર જ તેની મજાક ઉડાવી શકે છે.