શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , સોમવાર, 10 ફેબ્રુઆરી 2014 (12:50 IST)

કેજરીવાલનું ઈમોશનલ બ્લેકમેલિંગ : લોકપાલ બિલ નહી તો કેજરીવાલ આપશે રાજીનામુ ?

P.R
જનલોકપાલ બિલ મામલે કેજરીવાલ સરકાર પર ચારે તરફથી નિશાને બની રહી છે. તેવી પરિસ્થિતિમાં આજે સાડા બાર વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાજ્યપાલને મળવા જઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટીમાંથી થોડા દિવસો અગાઉ નિષ્કાસિત થયેલા વિનોદ કુમાર બિન્નીએ પોતાનો વિરોધ પ્રગટને આમ આદમી પાર્ટીની કાર્યશૈલીની પોલ નાંખી હતી. અને જેમાં જેડયુ ધારાસભ્ય શોહેબ ઈકબાલ પણ જોડાયા. જોકે આ બન્ને નેતાઓ કેજરીવાલ સરકાર પાસેથી સમર્થન લેવાના મૂડમાં નથી. પરંતુ હવે ધારાસભ્ય રામબીર શૌકીન કેજરીવાલ સરકાર પર વાયદા પૂરા ન કરવાનો આરોપ લગાવીને સમર્થન પાછું લઈ લીધું છે. અને તે માટે તેઓ ઉપરાજ્યપાલને મળીને ચિઠ્ઠી આપી દેશે. અને ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. જોકે આ અગાઉ પણ ધારાસભ્ય શોએબ અને શૌકીન સહિત બિન્નીએ 24 કલાકનું અલ્ટીમેટમ સરકારને આપી ચૂક્યાં છે. અને ગણતરીના કલાકોમાં ફરી સરકારને સમર્થન આપવા તૈયાર થઈ ગયા હતાં.

આ ઉપરાંત કેજરીવાલ સરકાર ચૂંટણી ટાંણે લોકોને ભ્રષ્ટાચાર વિરોધી બિલ પાસ કરવા માટેનું વચન આપ્યું હતું. અને તે માટે કેજરીવાલ સરકાર સંઘર્ષ કરી રહી છે. એક તરફ કેજરીવાલ સરકાર વિધાનસભામાંથી બારોબર દિલ્હી જનલોકપાલ બિલ 2014 પસાર કરાવા માટે મથામણ કરી રહી છે. જે બાબતે ઉપરાજ્યપાલ સુધી વિવાદ પહોંચી ગયો હતો .અને હવે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કેજરીવાલ સરકારને સલાહ આપી દીધી છેકે રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈ પણ બિલ સંવિધાનના દાયરામાં રહીને પસાર કરવા માટે સરકાર બંધાયેલી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જનલોકપાલ બિલ 2014ને વિધાનસભા ગૃહમાંથી પસાર નહીં થાય તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ દિલ્હી જનલોકપાલ બિલ પસાર ન થાય તે માટે અડંગો નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અને જો આ બન્ને પક્ષો દ્રારા વિધાનસભા ગૃહમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો તે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે જણાવ્યું છે.

તેવી પરિસ્થિતિમાં દિલ્હીના ભાજપના નેતા હર્ષવર્ધને ટ્વિટ કરીને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલે જનલોકપાલ બિલને લઈને હંગામો મચાવી દીધો છે. પરંતુ આ બિલની કોપી કોઈ ધારાસભ્યને હજુ સુધી આપી નથી. અરવિંદ કેજરીવાલને ડ્રામા બંધ કરવાની સલાહ આપતા ભાજપના નેતા હર્ષવર્ધને લખ્યું છેકે તમને આ રીતે પદ પરથી રાજીનામું નહીં આપવા દઈએ. ભાજપ તરફથી જનલોકપાલને સમર્થન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવા સમર્પિત છે.

તો બીજી કોંગ્રેસ નેતા હારુન યુસુફે જણાવ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આવ રહેલા બિલનો વિરોધમાં નથી .પરંતુ કઈંક ગેરકાયદે હશે તો દિલ્હીની જનતા તેનો સ્વીકાર નહીં કરે.

ભાજપે સીધેસીધો આરોપ લગાવ્યો છેકે કેજરીવાલ જવાબદારીથી ભાગી રહ્યાં છે. અને લોકોને ઈમોશનલ બ્લેકમેલ કરી રહ્યાં છે.

કેજરીવાલે કહ્યું કે ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા માટે તે મુખ્યમંત્રીની ખુરશી 100 વખત જતી કરી શકે છે. જો જનલોકપાલ બિલ અને સ્વરાજ વિધેયક પસાર નહીં થાય તો સરકાર પડી ભાંગશે. હું અહીંયા મુખ્યમંત્રી બનવા આવ્યો નથી. હું દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા આવ્યો છું. મીડિયા દ્રારા કેજરીવાલને સવાલ કરવામાં આવ્યો કે તેઓ સ્વરાજ અને જનલોકપાલ બિલ પાસ નહીં થાય તો મુખ્તમંત્રી પદ છોડવા તૈયાર છે તેના જવાબમાં કેજરીવાલે મુખ્યમંત્રી પદ છોડવા સુધીની તૈયારી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી જનલોકપાલ બિલ 2014 3જી જાન્યુઆરી, સોમવારના રોજ દિલ્હી કેબિનેટમાંથી પાસ થઈ ગયું હતું . 31મી જાન્યુઆરી, શુક્રવારના રોજ કેબિનેટની બેઠક બાદ શિક્ષા મંત્રી મનીષ સિસોદીયાએ મીડીયાને જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર 13થી 16મી ફેબ્રુઆરીમાં થશે. જેમાં 13,14, અને 15 ફેબ્રુઆરીએ વિધાનસભા ભવનમાં બેઠક થશે. જ્યારે 16મી ફેબ્રુઆરીએ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સત્રની બેઠક કરવામાં આવશે.