બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2013 (17:07 IST)

કેજરીવાલે સત્તાની લાલચમાં તોડ્યા બાળકોના સોગંધ !!

P.R
અરવિંદ કેજરીવાલે એક એવી આંધીનુ ામ છે, જેને ભારતીય રાજનીતિ પર મોટી નિષ્ફળતા અને ભ્રષ્ટાચારની ધૂળને હવામાં ઉડાવી દીધી. એક એવી આંધી જેને મોટા મોટા લોકોના પગના તળિયાની જમીન સરકાવી દીધી. એક સસ્તી શર્ટ, પગમાં ચપ્પલ અને ગળામા સામાન્ય દેખાતુ મફલર પહેરેલ આંધી આવશે કોઈએ વિચાર્યુ પણ નહોતુ. એક આરામદાયક જીંદગીને છોડીને તેમણે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. પણ હવે આશાના એંજિનીયર પર રાજનીતિક હુમલો થવા માંડ્યા છે. કોંગ્રેસનુ સમર્થન લઈને દિલ્હીમાં સરકાર બનાવવા પર ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર રાજનીતિક હુમલો થવા માંડ્યો છે. કોંગ્રેસના સમર્થન લઈને દિલ્હીમાં સરકાર બનાવવા પર ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર હુમલો બોલી દીધો છે. ભાજપાએ કેજરીવાલને પૂછ્યુ છે કે તેમણે પોતાના બાળકોના સોગંધ ખાધા હતા તો પછી સોગંધ કેમ તોડી નાખ્યા ?

અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં કેજરીવાલે એક અંગ્રેજી છાપામાં આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં તેઓ બાળકોના સમ ખાઈને કહે છે કે ગઠબંધનની સરકાર કોંગ્રેસ સાથે અને બીજેપી સાથે નહી કરે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓનુ એવુ પણ કહેવુ હતુ કે ખુરશીના મોહમાં અરવિંદ કેજરીવાલે પોતે જ ખાધેલા સોગંધ તોડી નાખ્યા છે. જેના જવાબમાં કેજરીવાલે પોતાના ફેસબુક પર ચોખવટ કરી કે તેઓ 'અલ્પમત'ની સરકાર બનાવી રહ્યા છે અને કોંગ્રેસના લોકોને મંત્રીમંડળમાં સ્થાન નહી આપવામાં આવે. કોંગ્રેસ સરકારની કોઈ ભાગીદારી નહી રહે. અરવિંદ કેજરીવાલે પોતાના ફેસબુક પર એક વીડિયો નાખીને જણાવ્યુ કે તેઓ દિલ્હીમાં સરકાર કેમ નથી બનાવી રહ્યા. તેનુ પાંચ ભાષામાં અનુવાદ છે. બીજી બાજુ આપના નેતા મનીષ સિસોદીયાએ કહ્યુ કે મંત્રીમંડળનુ એલાન આવતીકાલે થઈ શકે છે. શપથ ગ્રહણની તારીખ હજુ નક્કી થઈ નથી.