શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 15 ઑક્ટોબર 2013 (15:01 IST)

કોંગ્રેસથી ઉઠી માંગ, નેહરુની ફુલપુર સીટ પરથી લડશે પ્રિયંકા !!

આગામી લોકસભા 2014 મોદી vs પ્રિયંકા ?

P.R

બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ટક્કર આપવા માટે કોંગ્રેસમાં પણ નવી રણનીતિની ચર્ચા ચાલુ છે. હવે સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધીનો રાજનીતિના મેદાનમાં ઉતારવાની માંગ તહી રહી છે. કાલે જ પ્રિયંકાને લઈને કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ હતી.

ઈલાહાબાદ કોંગ્રેસ કમિટીએ પ્રસ્તાવ પાસ કર્યો છે કે પ્રિયંકા ગાંધી ઈલાહાબાદની ફૂલપુર સીટથી ચુંટણી લડે. કોંગ્રેસ કમિટીએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે કે પ્રિયંકા ગાંધીએ ઈલાહાબાદની ફૂલપુર સીટથી ચુંટણી લડાવવામાં આવે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ પણ ફુલપુરથી ચુંટણી લડતા હતા.

ગઈકાલે મીડિયામાં સમાચાર હતા કે પ્રિયંકા ગાંધી આવનાર લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ તરફથી દેશભરમાં પ્રચાર કરશે. મીડિયામાં આવેલ આ સમાચાર આવતા જ કોંગ્રેસ લાલચોળ થઈ ગઈ. અને તેણે આ સમાચારનું ખંડન કરી દીધુ. મીડિયામાં સોમવારે બપોરે 12 વાગ્યે અચાનક સમાચાર આવ્યા કે પ્રિયંકા ગાંધી આવનારા લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ તરફથી સમગ્ર દેશમાં ચુંટણી પ્રચાર કરી શકે છે. અત્યાર સુધી પ્રિયંકા અમેઠી અને રાયબરેલીમાં જ ચુંટણી પ્રચાર કરતી રહી છે, જ્યાથી તેમના ભાઈ રાહુલ ગાંધી અને મા સોનિયા ગાંધી લોકસભા ચુંટણી લડે છે.

મોદી માટે પણ પ્રસ્તાવ

બીજી બાજુ પ્રિયંકા ગાંધીની જેમ બીજેપીમાં નરેન્દ્ર મોદી માટે પણ પ્રસ્તાવ કર્યો છે. એક બાજુ જ્યા ઈલાહાબાદની કોંગ્રેસ કમિટીએ સોનિયા ગાંધીનો પ્રસ્તાવ રદ્દ કરી ઈલાહાબાદથી પ્રિયંકાને ચુંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. એ જ રીતે બીજેપીની કાનપુર કમિટીએ નરેન્દ્ર મોદીને કાનપુર ચુંટણી લડવા માટે સંસદીય કમિટી,પ્રદેશ સંગઠન અને કેન્દ્રીય સંગઠનનો પ્રસ્તાવ મોકલ્યો છે.