શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 29 એપ્રિલ 2013 (16:09 IST)

કોંગ્રેસની મોદી પર ટિપ્પણી.. દિલ્હી હજુ દૂર છે

P.R
.
મધપુડા સંબંધી નિવેદન પર રાહુલ ગાંધી વિરુદ્ધ મોદીના હુમલાને લઈને કોંગ્રેસ અને ભાજપા વચ્ચે રવિવારે વાગ્યુદ્ધ ચાલ્યુ. કોંગ્રેસના ત્રણ્નેતાઓએ મોદી પર નિશાન તાકતા કહ્યુ કે તેણે દેશભતિ પર જ્ઞાન નથી જોઈતુ અને ગુજરાતના મુખ્યમંત્રીની પહોંચથી દિલ્હી હજુ ખૂબ દૂર છે.

મોદી પર તીખો હુમલો બોલતા સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ સ્પષ્ટ રીતે ગુજરાતના મુખ્યમંત્રી તરફ ઈશારો કરતા કહ્યુ કે ઉપમા ઉર્જા અને પરિશ્રમના સંબંધનુ પ્રતિક છે. અને કેટલાક સ્વઘોષિત દેશભક્તોને આ ન સમજતા સંપૂર્ણ વાત તેમના માથા પરથી નીકળી જાય છે.

કેન્દ્રીય મંત્રી પરિષદમાં તિવારીના સહકર્મચારી કપિલ સિબ્બલે એવુ કહીને મોદી પર નિશાન તાક્યુ કે ભાજપા નેતાને રાષ્ટ્રીય રાજધાનીમાં આવવાની ઉતાવળ ન કરવી જોઈએ અને તેને માટે હજુ પણ દિલ્હી દૂર અસ્ત મતલબ દિલ્હી દૂર છે.

એક અન્ય મંત્રી રાજીવ શુક્લાએ કહ્યુ કે કોંગ્રેસને ભાજપા પાસેથી દેશભક્તિનુ જ્ઞાન નથી જોઈતુ. કારણ કે તેના કોઈ પણ નેતાએ દેશની આઝાદી માટે લડાઈ નથી લડી.

ભાજપા પ્રવક્તા બલબીર પુંજે કહ્યુ ,'આ દેશના વિશે કોંગ્રેસના કેવા વિચાર છે. તેઓ દેશને મખપુડા સાથે સરખાવે છે. મધપુડામાં એક મધુમાખી રાણી હોય છે જ્યારે કે બાકી બધી મહેનત કરીને મધ એકઠુ કરે છે. અહી મધુમાખી શુ અને કોણ છે. પણ મધુમાખીઓ સામાન્ય લોકો છે. મોદીએ કહ્યુ કે કોંગ્રેસના એક નેતાના મોઢે દુ:ખ થયુ કે દેશ એક મધપુડો છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યુ હતુ , શુ કોંગ્રેસના આવા વિચાર છે ? હુ કોંગ્રેસના મારા મિત્રોને કહુ છુ કે તેઓ આ દેશને મધપુડો સમજી શક્તા હશે પણ અમારે માટે દેશ મા સમાન છે. મોદીએ કોંગ્રેસને કહ્ય કે તેઓ મા નુ અપમાન ન કરે.