શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

કોલસા કેસની સુનાવણી આજે, જુઓ દરેક ક્ષણની માહિતી

:
P.R
કોલસાની ખાણોની ફાળવણી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવેલા સીબીઆઈના સોગંધનામા અંગે આજે સુનાવણી કરવામાં આવશે. આ પહેલા સીબીઆઈએ કોલસાની ખાણોના મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજુ કર્યો છે જેમાં મૂળ તપાસની વિગતો અને તેમાં કરવામાં આવેલા ફેરફારો સામેલ છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આજે સુનાવણી કરશે.


સંસદમાં સુષમાએ કહ્યુ

- યુપીએ સરકાર અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ સરકાર
- દરેક નવુ કૌભાંડ પહેલા કરતા મોટુ
- કૌભાડોને બહાર લાવવા બદલ અમે બિનજવાબદાર કેવી રીતે
- યુપીએ સરકારના રાજમાં એક પછી એક રેકોર્ડ તોડ કૌભાંડ
- સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કડક શબ્દોમાં ફટકાર
- ભ્રષ્ટ સરકારને કારણે વારંવાર સંસદ ઠપ થઈ રહી છે
- કૌભાંડોમાંથી બચવા માંગે છે સરકાર
- ભાજપાનુ લોકસભામાંથી વોકઆઉટ


સુપ્રીમ કોર્ટની કડક શબ્દોમાં ટિપ્પણી

- સીબીઆઈએ સરકાર પાસેથી આદેશ લેવાની જરૂર નથી
- સીબીઆઈની સ્વતંત્રતાની દરકાર રાખવામાં આવે. જેથી લોકોને તેમના પર વિશ્વાસ રહે

- સીબીઆઈ પર કોર્ટનુ ચુસ્ત વલણ, સીબીઆઈને રાજનીતિક ફંદામાંથી મુક્ત કરવાનું છે
- સીબીઆઈને પ્રશ્ન, કોર્ટને અંધારામાં કેમ મુક્યુ
- કોર્ટે કહ્યુ, સરકારને રિપોર્ટની માહિતી આપવાથી કેસ પર અસર
- વિપક્ષી સભ્યોના હંગામાને કારને રાજ્યસભામાં પણ પ્રશ્નકાળ સ્થગિત
- કોલસા કૌભાંડ પર સંસદમાં વિપક્ષે કર્યો હંગામો
- કોર્ટે સોગંધનામા પર નારાજગી બતાવી
- સીબીઆઈ ડાયરેક્ટર, આટૌની જનરલ, સોલિસિટર જનરલ પણ કોર્ટમાં
- સુપ્રીમ કોર્ટે સીબીઆઈની સ્ટેટસ રિપોર્ટ પર સુનાવણી શરૂ
- ભાજપાએ ફરીથી પ્રધાનમંત્રી અને કાયદા મંત્રીનુ રાજીનામુ માંગ્યુ
- સૂત્રોના મુજબ સરકારે માંગ્યુ અતિરિક્ત સોલિસિટૃર જનરલ હરીન રાવળનુ રાજીનામુ
- અતિરિક્ત સોલિસિટૃર જનરલ હરીન રાવળે દાવો કર્યો કે આ પુરા મુદ્દામાં તેમને 'બલિનો બકરો' બનવવામાં આવ્યો છે.
- સોગંધનામામાં સીબીઆઈએ કહ્યુ કે પહેલ અકાયદા મંત્રી અશ્વીની કુમાર અને પછી પીએમઓ અને કોલસા મંત્રાલયના ઓફિસરોએ સીબીઆઈ સાથે મળીને સ્ટટસ રિપોર્ટમાં ફેરફાર કર્યો
- સુપ્રીમ કોર્ટ કરશે સીબીઆઈની સ્ટેટ્સ રિપોર્ટ પર પ્રશ્નો
- વિપક્ષ રાજીનામા પર અટલ, સરકારે કર્યો રાજીનામાથી ઈંકાર
- સંસદમાં આજે પણ કોલસા કૌંભાંડ પર હંગામાની શક્યતા