શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 23 એપ્રિલ 2013 (12:33 IST)

કોલસા કૌભાંડમાં યુપીએનો ભાજપ પર આરોપ, વાજપેયી પર નિશાન

.
P.R
કોલસા બ્લોક વહેંચની પર બનેલ સંસદની સ્થાઈ સમિતિએ પોતાની ડ્રાફ્ટ રિપોર્ટમાં યુપીએ અને એનડીએ સરકાર બંને પર આંગળી ચીંધી છે. રિપોર્ટ મુજબ 1993થી 2008 વચ્ચે બધી વહેંચણી સત્તાવાર નહોતી અને તેમા પારદર્શિતાની કમી હતી. સમિતિ પોતાની રિપોર્ટ આજે રજૂ કરશે. સૂત્રોનુ માનીએ તો ડ્રાફ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે સરકારે કોલસા વહેંચણીની જે પ્રક્રિયા અપનાવી તે દેશના લોકો સાથે વિશ્વાસઘાત છે. નિર્ણય લેવાની પૂરી પ્રક્રિયાની તપાસ થવી જોઈએ. ગોટાળામાં સમાયેલ લોકોને કડક સજા આપવામાં આવે. કોલ બ્લોક વહેંચણીની પૂરી પ્રક્રિયા ગેરકાયદેસર છે. એ વહેંચણી રદ્દ કરવામાં આવે જ્યા હજુ સુધી કોઈ ખોદકામ થયુ નથી.


જેપીસી રિપોર્ટમાં વાજપેયીનુ નામ

2જી ગોટાળામાં જેપીસીની રિપોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ નામ આવ્યા બાદ બીજેપીએ આક્રમક વલણ અપનાવ્યુ છે. સૂત્રો મુજબ બીજેપીએ નક્કી કરી લીધુ છે કે તેઓ સંસદનુ સત્ર નહી ચાલવા દે. જેપીસી રિપોર્ટમાં અટલનુ નામ આવવુ અને પીએમ તેમજ ચિંદબરમને ક્લીન ચિટ મળવા પર બીજેપી સંસદીય દળે આ નિર્ણય લીધો છે. 10 મે સુધી ચાલનારી સંસદમાં દરરોજ સરકારનો વિરોધ કરવામાં આવશે, સદનના કામકાજમાં અવરોધ નાખવામાં આવશે.