ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (15:49 IST)

ક્વોત્રોચ્ચિ મામલે 8મીએ સુનાવણી

દિલ્હીની એક કોર્ટે બોફોર્સ લાંચ પ્રકરણમાં ઈટાલિયન વેપારી ઓત્તાવીયો ક્વોત્રોચ્ચિ વિરૂદ્ધની સુનાવણી આઠ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

આરોપીઓનાં નામમાંથી ક્વોત્રોચ્ચિનું નામ હટાવી લેવાને ધ્યાનમાં લઈને, તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવા સીબીઆઈએ કોર્ટમાં બે મહિનાનો સમય માંગ્યો હતો.

મુખ્ય મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કાવેરી બાવેજા સમક્ષ કેસની સંક્ષિપ્ત સુનાવણીમાં વધારાનાં સોલીસીટર જનરલ પી પી મલ્હોત્રાએ એક અરજી દાખલ કરીને કોર્ટને જણાવ્યું હતું કે ક્વોત્રોચ્ચિ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ ગયા વર્ષે નવેમ્બરમાં જ પાછું લઈ લેવામાં આવ્યું હતું.

આ કેસમાં આઠ આરોપીઓનાં નામ હતા. જેમાંથી ત્રણનાં મોત થઈ ચુક્યા છે. ચારને દિલ્હી હાઈકોર્ટે 2004માં નિર્દોષ છોડી મુક્યા હતા. જ્યારે ક્વોત્રોચ્ચિને ભારત લાવવાના વિવિધ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.