શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :અમદાવાદ. , શુક્રવાર, 29 એપ્રિલ 2016 (13:08 IST)

ખુશ ખબર... ગુજરાતમાં પાટીદારો સહિત સુવર્ણ જાતિને 10 ટકા અનામત

પાટીદાર અનામતની અસર સરકાર પર છેવટે પડી ગઈ હોય એવુ લાગી રહ્યુ છે. ગુજરાત સરકારમાં મંત્રી વિજય રૂપાણીએ કહ્યુ છે કે રાજ્યમાં હવે સુવર્ણ જાતિઓના લોકોને પણ અનામતનો લાભ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે સરકાર આર્થિક આધાર પર પછાત લોકોને અનામતનો લાભ આપશે. 
 
બીજેપી અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં થયેલ એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકારે કહ્યુ કે જો જરૂ પડશે તો આ મામલે સરકાર કાયદાકીય લડાઈ લડવા તૈયાર છે. ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં રાજ્યના મંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. 
 
રૂપાણીએ કહ્યુ કે 1 મે થી રાજ્યમાં આ 10 ટકા અનામત માટે નોટિફિકેશન રજુ કરવામાં આવશે.  આ વ્યવસ્થાથી બધી સુવર્ણ જાતિયોને અનામતનો લાભ મળશે. 
 
ગુજરાત સરકારને પાટીદારોના અનામત પછી જ સમાધાનના વલણ સામે ઘૂંટણીએ પડવું પડ્યું છે. આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપનો કોર કમિટીની મીટિંગમાં સવર્ણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. છ લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવારોને જ આ અનામતનો લાભ મળશે.
 
છેલ્લા ઘણા સમયથી પાટીદારો અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ પાટીદારોએ પહેલા જેલમાં બંધ યુવાનોની મુક્તિની માગ કરી હતી. આ પછી સરકારે કૂણુ વલણ અપનાવી રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદારોની જામીન અરજીનો વિરોધ ન કરતાં ગઈ કાલે સુરત સેશન્સ કોર્ટે વિપુલ દેસાઇ અને ચિરાગ પટેલને જામીન આપ્યા હતા, જ્યારે હાઈકોર્ટે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાને પણ જામીન આપ્યા હતા. જેને કારણે હવે પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન થાય, તેવું વાતાવરણ બન્યું હતું. ત્યારે આજે સરકારે સવર્ણો માટે દસ ટકા અનામતની જાહેરાત કરી છે, જેને કારણે પાટીદાર આંદોલનનો અંત આવે, તેવું લાગી રહ્યું છે.