શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 22 નવેમ્બર 2014 (11:49 IST)

ગણતંત્ર દિવસ પર ભારત આવશે ઓબામા, સંબંધ મજબૂત કરવાની તક

ટોચના અમેરિકી પ્રશાસનિક અધિકારીઓ અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આવતા વર્ષના શરૂઆતમાં થવા જઈ રહેલ અમેરિકી રાષ્ટ્ર્પતિ બરાક ઓબામાની ભારત યાત્રા દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને મજબૂત અને વિસ્તૃત કરવાની એક મોટી ક્ષણ છે. 
 
ઓબામા જાન્યુઆરી 2015માં ભારત જશે અને ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ રહેશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસૈન રાઈસે ટ્વીટ કર્યુ. પહેલીવાર અમેરિકી રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ સમારંભમં શામેલ થશે. અમે  ભારત અમેરિકા રણનીતિક ભાગીદારીને મજબૂત અને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે. 
    
તેમણે કહ્યુ રાષ્ટ્રપતિ ભારતીય ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લેવા માટે જાન્યુઆરીમાં ભારત જવાના આકાંક્ષી છે. 
 
રણનીતિક સંવાદ માટે રાષ્ટ્રીય સુરક્ષા ઉપ સલાહકાર અને ઓબામાના વિશ્વસ્ત સહયોગી બેન રોડેસે ટ્વિટર પર લખ્યુ છે. ભારતીય ગણતંત્ર દિવસ માટે મુખ્ય અતિથિના રૂપમા જાન્યુઆરીમાં ભારત જવા રાષ્ટ્રપતિ ઓબામાં માટે સન્માનની વાત છે. 
 
સેવાનિવૃત્ત અમેરિકી રાજનીતિક ટેરેસ્ટિયા શૈફરે પોતાના બ્લોગ સાઉથ એશિયા હૈડ ડોટ કોમમાં લખ્યુ છે કે આ ખૂબ મોટી વાત છે. મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવા એક ખૂબ જ પ્રતિષ્ઠિત આમંત્રણ છે જે ભારત કોઈ વિદેશી નેતાને આપી શકે છે. 
 
શૈફરે લખ્યુ છે કે જાપાનના પ્રધનામંત્રીને ગયા વર્ષે આ સન્માન મળ્યુ હતુ. ઓબામા આ સન્માન મેળવ્નારા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ અને પોતાના કાર્યકાળમાં બે વાર ભારતની યાત્રા કરનારા પહેલા રાષ્ટ્રપતિ પણ હશે. 
 
 
દક્ષિણ એશિયા બાબતોના વિશેષજ્ઞ અને ટોચના અમેરિકી વિચાર સમુહ વિલ્સન સેંટર સાથે સંબદ્દ માઈકલ કુગેલનેને ઓબામા દ્વારા ભારતનુ નિમંત્રણ સ્વીકારવાની વાતને એટલા મોટા સમાચાર બતાવ્યા કે અફગાનિસ્તાનથી ગઠબંધન બળોની પરત ફરવાના થોડા જ અઠવાડિયા પછી એક દ્દઢ સંદેશ આપશે.  
    
આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલે દિલ્હીથી આપવામા6 આવેલ એક સમાચારમાં કહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપ્ટેમ્બરમાં વ્હાઈટ હાઉસ ગયા પછી ઓબામાની આ યાત્રા ભારત અમેરિકા સંબંધોમાં સુધારનો એક પ્રતિક છે. 
    
દૈનિક છાપાના સમાચારમાં કહેવામાં આવ્યુ છે કે અધિકારીઓ મુજબ એક શિખર સંમેલનના બંને નેતાઓએ સામંજસ્ય સ્થાપિત કરવાની એક તક મળી. બંને નેતા સુરક્ષા સંબંધોને મજબૂત કરવા માટે રાજી થઈ ગયા.