શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 મે 2014 (13:06 IST)

ગાંધીજીએ પોતાના જ પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો

મહાત્મા ગાંધીના ત્રણ સનસનીખેજ પત્રોની આવતા અઠવાડિયે બ્રિટનમાં નીલામી થશે. આ પત્રોમાં તેમણે મોટા પુત્ર હરિલાલના વ્યવ્હાર પર ચિંત બતાવતા બળાત્કારનો પણ આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિએ આ પત્રો જૂન 1935માં લખ્યા હતા. શ્રોપશર કાઉંટી સ્થિત મુલોક્સ ઓક્શનર આ પત્રોની નીલામી કરવા જઈ રહ્યા છે. નીલામઘરને ત્રણ પત્રોના આ સેટ માટે 50 થી 60 હજાર પાઉંડ (50-60 લાખ રૂપિયા) મળવાની આશા છે. 
 
મનુ સાથે બળાત્કાર - હરિલાલ પર અનુચિત વ્યવ્હારના આરોપો સંબંધમાં એક પત્રમાં મહાત્મા ગાંધી લખે છે - તને ખબર હોવી જોઈએ કે તારી સમસ્યા મારા માટે આપણા દેશની સ્વતંત્રતાથી પણ વધુ મુશ્કેલ થઈ ગઈ છે.  ..મનુ તારા વિશે અનેક ખતરનાક વાતો કહી રહી છે. એ કહે છે કે તે 8 વર્ષ પહેલા તેની(મનુ) પર બળાત્કાર કર્યો હતો.  અને તેનાથી એ એટલી સખત ઘવાઈ હતી કે તેની સારવાર કરવી પડી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે મનુ સાબરમતી આશ્રમમાં પોતાના દાદા સાથે રહેવા આવી હતી. નીલામીઘરે કહ્યુ કે આ પત્ર ગુજરાતીમાં લખ્યા છે અને સારી સ્થિતિમાં છે. નીલામીઘર ને આ પત્ર ગાંધી પરિવારના એક સભ્યના વંશજો પાસેથી મળ્યા છે. જ્યા સુધી અમને માહિતી છે તેમને આ માહિતી પહેલા સાર્વજનિક રૂપે પહેલા નથી બતાવી.  આ પત્ર ગાંધીજી અને તેમના પુત્ર વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો પર અનેક અસાધારણ સૂચના આપે છે.  
 
દારૂ પીવાને બદલે મરી જાવ 
 
હરિલાલ ગાંધી અભ્યાસ માટે ઈગ્લેંડ જવા માંગતા હતા. જેનાથી તેઓ ગાંધીજીની જેમ બૈરિસ્ટર બની શકે. પણ મહાત્મા ગાંધીએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે પશ્ચિમી શિક્ષા બ્રિટિશ રાજ વિરુદ્ધ સંઘર્ષમાં મદદરૂપ નથી થઈ શકતી. જેને કારણે હરિલાલે 1911માં પરિવારના બધા સંબંધો તોડી નાખ્યા હતા. હરિલાલના પિતાની સાથે સંબંધોમાં સમસ્યા આખી જીંદગી રહી હતી. બાપૂએ અન્ય પત્રમાં લખુઉ છે. મહેરબાની મને સંપૂર્ણ હકીકત બતાવો કે શુ તમારી હજુ પણ દારૂ અને વ્યસના રૂચિ છે.  મારી કામના છે કે કોઈપણ રીતે દારૂની મદદ લેવાને બદલે સારુ રહે કે તુ મરી જાય. આ પત્ર 22 મે ના રોજ લુડલો રેસકોર્સ પર થનારી મુલોક્સ ઐતિહાસિક દસ્તાવેજ વિક્રયનો ભાગ છે. આ નીલામીમાં જવાહરલાલ નેહરુની બહેન વિજય લક્ષ્મી પંડિતને લખેલ 27 પત્ર પણ છે. જેમાથી કેટલાક ગાંધીજીએ જેલમાં રહેવા દરમિયાન લખ્યા હતા.  
 
સ્ત્રીઓએ વધુ કામ કર્યુ 
 
11 નવેમ્બર 1930ની તારીખવાળા પત્રમાં ગાંધીએ લખ્યુ છે - 'સ્ત્રીઓએ આપણાથી અનેકગણુ કામ કર્યુ છે. હજુ પણ ઘણુ બધુ કરવાનુ બાકી છે. આધુનિક વિશ્વએ અત્યાર સુધી ભારતની મહિલા શક્તિ જોઈએ છે. હુ એ વાતને લઈને આશાવાદી છુ કે તેઓ હજુ વધુ આગળ જશે અને હુ ત્યાર ખૂબ આશ્ચર્યચક્તિ થઈશ. જો તમે આમા મોટી ભૂમિકા ભજવો'. પહેલા પત્રોની તારીખ 1920થી પહેલાની છે. પણ અન્ય 1930ના છે અને મોટાભાગના પત્ર 1938થી 1944ની વચ્ચેના છે. જે ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં મહત્વપૂર્ણ સમયના હતા. આ પત્રોમાં મોટાભાગના ગુજરાતી છે પણ તેમાંથી કેટલાક અંગ્રેજીમાં પણ છે. 
 
'